Thursday, 21/11/2024
Dark Mode

પ્રાથમિક શાળાના બાળકોને સ્થાનિક સરપંચ દ્રારા ઉતરાયણના પર્વ નિમિતે ઊંધિયું જલેબી ખવડાવી પતંગનું વિતરણ કરાયું

પ્રાથમિક શાળાના બાળકોને સ્થાનિક સરપંચ દ્રારા ઉતરાયણના પર્વ નિમિતે ઊંધિયું જલેબી ખવડાવી પતંગનું વિતરણ કરાયું

દીપેશ દોષી @ દાહોદ 

વડવા ગામની મુખ્ય પ્રાથમિક શાળાના બાળકોને સ્થાનિક સરપંચ દ્રારા ઉતરાયણના પર્વ નિમિતે ઊંધિયું જલેબી ખવડાવી પતંગનું વિતરણ કરાયું

પ્રાથમિક શાળાના બાળકોને સ્થાનિક સરપંચ દ્રારા ઉતરાયણના પર્વ નિમિતે ઊંધિયું જલેબી ખવડાવી પતંગનું વિતરણ કરાયુંદાહોદ તા.13
ગામડાનો બાળક પણ મકરસંક્રાંતિ પર્વ ઉજવે અને ઉતરાયણના દિવસે આકાશમાં પતંગ ઉડાવે તે માટે ઉતરાયણ પર્વના એક દિવસ પેહલા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વડવા ગામે સ્થાનિક સરપંચ શીબાબેન પ્રતાપભાઈ બીલવાલ દ્રારા વડવા ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળાના 200 ઉપરાંત બાળકોને ઉતરાયણ પર્વની સમજ આપવામાં આવી હતી તેમજ ઉતરાયણ પર્વ કેમ મનાવવામાં આવે છે અને ઉતરાયણના દિવસે આકાશમાં શુ ઉડાવવામાં આવે છે તેની સમજ સ્કૂલના બાળકોને સ્થાનિક સરપંચ દ્રારા આપવામાં આવી હતી અને ત્યાર પછી બાળકોને સ્કૂલના મેદાનમાં ભેગા કરી ઊંધિયું અને જલેબી ખવડાવવામાં આવ્યું પછી સ્કૂલના તમામ બાળકોને પંતગનું વિતરણ કરાયું હતું તેથી છેવાડે રહેતા ગ્રામ્યના બાળકોને ઉતરાયણ પર્વનો ઉત્સાહ વિશે જાણકારી રહે તેમજ છેવાડાના બાળકોને મકરસંક્રાંતિ નિમિતે આકાશમાં પતંગ ઉડાવવાનો એક અનેરો ઉત્સાહ રહે અને શહેરના લોકોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાળકો પણ પતંગ મહોત્સવ ઉજવે તે હેતુથી ગામના સરપંચ દ્રારા પતંગ મહોત્સવનું આયોજન શાળાના બાળકો સાથે કરવામાં આવ્યું હતું. 

error: Content is protected !!