દાહોદના આધેડને લગ્ન કરવાના ઓરતા મોંઘા પડ્યા:રાજસ્થાનની સ્વરૂપવાન યુવતી તેમજ તેમના ત્રણ સગીરતોએ દાહોદના આધેડ પાસેથી લગ્ન કરવાની લાલચે 49 લાખ રૂપિયા પડાવ્યા…

Editor Dahod Live
3 Min Read

રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદના આધેડને લગ્ન કરવાના ઓરતા મોંઘા પડ્યા

દાહોદના એક આધેડ ઉમરના વ્યક્તિએ લગ્ન કરવા દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપ્યા બાદ ઠગ ટોળકીના હાથે છેતરાયો

રાજસ્થાનની સ્વરૂપવાન યુવતી તેમજ તેમના ત્રણ સગીરતોએ દાહોદના આધેડ પાસેથી લગ્ન કરવાની લાલચ આપી 49 લાખ રૂપિયા પડાવ્યા 

વિવિધ બેંકોમાં તેમજ ઓનલાઇન તબક્કાવાર પૈસા નાખ્યા બાદ ઠગ ટોળકીના હાથે છેતરાયા બાદ આધેડે પોલિસ મથકના દ્વાર ખટખટાવ્યા: પોલીસ તપાસમાં જોતરાઇ

દાહોદ તા.૩૧

દાહોદ શહેરમાં એક ચકચારી બનવા સામે આવ્યો છે જેમાં દાહોદ શહેરમાં રહેતાં એક વ્યક્તિએ એક સુપ્રસિધ્ધ સમાચાર પત્રમાં લગ્ન જીવન સાથે જાેડાવવા ઈચ્છતી સ્ત્રીની જાહેરાત આપી હતી. આ જાહેરાત વાંચી રાજસ્થાન ખાતે રહેતી એક મહિલા સહિત તેના ત્રણ સાગરીતોએ આ જાહેરાતનો લાભ લઈ દાહોદના વ્યક્તિ પાસેથી જુદા જુદા સમયે કુલ રૂા.૪૯,૦૯,૦૦૦ પોતાના અલગ અલગ બેંન્ક એકાઉન્ટમાં ભરાવી આ રૂપીયા પડાવી લઈ છેતરપીડીં, વિશ્વાસઘાત કરતાં આખરે આ સંબંધે ૫૯ વર્ષીય આધેડ વ્યક્તિ મહિલા સહિત ત્રણ વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યાંનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાં સ્વસ્તિક સોસાયટી પાસે નવજીવન મીલ રોડ ખાતે રહેતાં ૫૯ વર્ષીય મનોજકુમાર બાલકૃષ્ણ સલુજા પંજાબીએ તારીખ ૨૨.૦૭.૨૦૧૬ના આસપાસ સુપ્રસિધ્ધ એક દૈનિક અખબારમાં લગ્ન જીવવ સાથે જાેડાવવા ઈચ્છા ધરાવતી સ્ત્રીની જાહેરાત સમાચાર પત્રમાં આપી હતી. આ જાહેરાત જાેઈ રાજસ્થાન રાજ્યના બાસ અલવર જિલ્લામાં કીશનગઢ તાલુકામાં રહેતી અનીતા ચૌધરી નામની યુવતીએ મનોજકુમારનો સંપર્ક સાંધ્યો હતો. આ સમયગાળા દરમ્યા ન અનીતા ચૌધરી નામની યુવતીએ મનોજકુમારને લગ્ન કરવાનો વિશ્વાસ અને પાકો ભરોશો આપ્યો હતો. આ અનીતા ચૌધરી સાથે તેના સાગરીત સાહીર મહોમંદ નુરીદ્દીન, તોફીકખાન નુરીદ્દીન, દિલીપ યાદનાઓએ પુર્વ આયોજીત કાવતરૂં રચી આ તમામે પોત પોતાના અલગ – અલગ બેન્ક એકાઉન્ટમાં તારીખ ૨૨.૦૭.૨૦૧૬ થી તારીખ ૦૮.૦૪.૨૦૨૦ના સમય ગાળા દરમ્યાન ૪૮,૫૯,૦૦૦ રૂપીયા મનોજકુમાર પાસેથી ટ્રાન્સફર, બેન્ક ખાતામાં ભરાવી પડાવી લીધાં હતાં. આ બાદ એક દિવસ મનોજકુમારને રાજસ્થાનના કોટા ખાતે બોલાવ્યાં હતાં અને જ્યાં તેઓની પાસેથી દિલીપ યાદવે રોકડા રૂપીયા ૫૦,૦૦૦ લીધાં હતાં. આ તમામ રૂપીયાનું ઉપરોક્ત ચારેય જણાએ ઓન લાઈન ટ્રાન્ઝેક્શન કરાવી તેમજ શોપીંગ કરી કુલ રૂા. ૪૯,૦૯,૦૦૦ પડાવી લઈ મનોજકુમાર સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી, ઠગાઈ કરતાં આ સંબંધે મનોજકુમાર બાલકૃષ્ણ સલુજા પંજાબી દ્વારા અનીતા ચૌધરી, સાહીર મહોમંદ નુરીદ્દીન, તોફીકખાન નુરીદ્દીન અને દિલીપ યાદવ વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

—————————–

Share This Article