Thursday, 21/11/2024
Dark Mode

પુરવઠા વિભાગનો સપાટો:સસ્તા અનાજની પાંચ દુકાનોમાં ગેરરીતી સામે આવતા ત્રણ માસ માટે પરવાના રદ્દ :અન્ય 18 દુકાનોને કારણદર્શક નોટિસથી ચકચાર

પુરવઠા વિભાગનો સપાટો:સસ્તા અનાજની પાંચ દુકાનોમાં ગેરરીતી સામે આવતા ત્રણ માસ માટે પરવાના રદ્દ :અન્ય 18 દુકાનોને કારણદર્શક નોટિસથી ચકચાર

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.11
દાહોદ જિલ્લામાં આવેલ પાંચ જેટલી સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ થતી હોવાનું દાહોદ પુરવઠા વિભાગને જાણ થતાં આ પાંચ દુકાનોની મુલાકાત લેવામાં આવી હતી અને ગેરરીતિ સામે આવતા પાંચ સસ્તા અનાજની દુકાનોના પરવાના ત્રણ માસ માટે રદ કરાતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે 18 જેટલી સસ્તા અનાજની દુકાને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.

દાહોદ જિલ્લાની સરકારી અનાજની દુકાનો ખાતે કટોકટીના સમયે અનાજ લેવા લોકોની લાંબી કતારો જામી છે અને લોક ડાઉનલોડની પરિસ્થિતિ વચ્ચે ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનોમાંથી વિનામૂલ્યે લોકોને અનાજ પુરું પાડવા સરકારે જાહેરાત કરી છે. ત્યારે આવા સમયે દાહોદ જિલ્લામાં આવેલ ઉધાવળા, સીમલીયા બુઝર્ગ, મુવાળીયા, રળીયાતીભુરા તેમજ મલવાસી ગામમાં આવેલ સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ગેરરીતિ કરાતી હોવાની બૂમો સંભળાતા દાહોદ પુરવઠા વિભાગ દ્વારા ઉપરોક્ત પાંચેય દુકાનોની સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી હતી જેમાં ઉપરોક્ત પાંચેય સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ થતી હોવાનું જણાતા પાંચેય દુકાનોના પરવાના ત્રણ માસ માટે રદ કરી તંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!