Thursday, 21/11/2024
Dark Mode

ગુજરાતના ભાજપના ચાર સાંસદોએ આદિજાતિના પ્રમાણ પત્ર રદ્દ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ભલામણ કરી

ગુજરાતના ભાજપના ચાર સાંસદોએ આદિજાતિના પ્રમાણ પત્ર રદ્દ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ભલામણ કરી

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

દાહોદ તા.૧૦
હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં આદિવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે તેનુ મુખ્ય કારણ એ છે કે, ગુજરાત રાજ્યમાં અનુસુચિત જનજાતી  તરીકેની યાદી જાહેર કરતા અને તેમાં રબારી, ભરવાડ અને ચારણને આ અનુસુચિત જનજાતિના પ્રમાણપત્ર આપવામાં આવતા આ સંદર્ભમાં આદિવાસી સમાજનો સખ્ત વિરોધ નોંધાઈ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ આદિવાસી સમાજના લોકોએ વિરોધ નોંધાવી સાંસદ વિગેરેના પુતળા દહન પણ કરવામાં આવ્યા હતા. આવા સમયે દાહોદના સાસંદ જશવંતસિંહ ભાભોર વિગેરે નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રબારી, ભરવાડ અને ચારણ જાતિને અનુસુચિત જનજાતિમાંથી દુર કરવા માટે લેખિત પત્ર ભલામણ કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર,બારડોલીના સાંસદ પ્રભુભાઈ.એન.વસાવા,છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા વિગેરે ભાજપના સાંસદો એ સામુહિક રીતે નરેન્દ્ર મોદીના નામનો સંબોધી પત્રમાં જણાવ્યું હતુ કે, ભારત સરકાર દ્વારા તા.૨૯ – ૧૦ – ૧૯૫૬ ના જાહેરનામાંથી ગીર , બરડા , અઆલેચના જંગલ વિસ્તારમાં આવેલ નેસોમાં વસવાટ કરતા રબારી , ભરવાડ , અને ચારણને અનુસૂચિત જનજાતિમાં સમાવવામાં આવેલ આ સમયે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં કોઈ જાતિ જાહેર કરવામાં આવી ન હતી . ગુજરાત રાજ્યમાં તા.૨૮ – ૦૮ – ૧૯૭૨ થી બક્ષીકમિશનની નિમણુંક થઈ અને બક્ષીકમિશનની ભલામણ તા.૦૧ ૦૪ – ૧૯૭૮ થી સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિઓમાં રબારી , ભરવાડ , અને ચારણ જાતિનો સમાવેશ થયેલ છે . હાલમાં રબારી , ભરવાડ , અને ચારણ જાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં અને ગીર , બરડા , અને આલેચના જંગલોના નેસ વિસ્તારના રબારી , ભરવાડ , અને ચારણ અનુસૂચિત જનજાતિમાં સમાવેશ થયેલા છે . આ રબારી , ભરવાડ અને ચારણોના એક બીજાના સામાજિક પણ સંબંધો છે . આદિવાસી સમાજ અને રબારી , ભરવાડ અને ચારણ જાતિ વચ્ચે લાંબા સમયથી અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો બાબતે સંઘર્ષ ચાલી રહ્યો છે . જેથી રબારી , ભરવાડ અને ચારણ જાતિને અનુસૂચિત જનજાતિની યાદી માંથી દૂર કરવા ભારત સરકાર દ્વારા કાર્યવાહી થવા હમો ગુજરાતના આદિવાસી સાંસદો વિગેરે આ રીતની ભલામણી કરી હતી.

error: Content is protected !!