Monday, 07/07/2025
Dark Mode

દાહોદના ખરોદામાં તળાવમાં ન્હાવા પડેલા 37 વર્ષીય એક વ્યક્તિનું તળાવના ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત

દાહોદના ખરોદામાં તળાવમાં ન્હાવા પડેલા 37 વર્ષીય એક વ્યક્તિનું તળાવના ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત

દીપેશ દોશી @ દાહોદ 

દાહોદ તા.09

દાહોદ તાલુકાના ખરોદા ગામે તળાવમાં કપડાં ધોવા તેમજ ન્હાવા ગયેલા 37 વર્ષીય વ્યક્તિનું તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના ખરોદા ગામના રહેવાસી 37 વર્ષીય મકનસીંગ ભાઈ ગોરસીંગભાઈ નિનામા આજરોજ બપોરના સુમારે ગામના તળાવ પર ન્હાવા તથા કપડાં ધોવાનું કહી ઘરેથી પોતાની કબ્જા હેઠળની જીજે.20.જી.2492 ની મોટરસાઈકલ પર ન્હાવા ગયા હતા. જ્યાં કપડાં ધોઈને સુકાવા નાખ્યા બાદ તળાવમાં ન્હાવા પડતા મકનસીંગ ભાઈનું તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા તેનું મોત નિપજયું હતું.ત્યારે આ બનાવની જાણ મૃતકના પરિજનો સહીત ગ્રામજનોને થતા ગ્રામજનો ના ટોળાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારે ગામના આગેવાનો દ્વારા ઘટનાની જાણ દાહોદ તાલુકા પોલિસ મથકે કરતા દાહોદ તાલુકા પોલિસે ઘટનાસ્થળે પહોંચી મૃતક મકનભાઈ નિનામાના શબનો કબ્જો લઇ જરૂરી પંચનામું કાગળિયા કરી પી.એમ.માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!