Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં અતિ કુપોષિત બાળકો ને ઇંડા આપવાની પાયલોટ પ્રોજેક્ટ ની કોઈ જ યોજના નથી :કલેકટરશ્રી

દાહોદ જિલ્લામાં અતિ કુપોષિત બાળકો ને ઇંડા આપવાની પાયલોટ પ્રોજેક્ટ ની કોઈ જ યોજના નથી :કલેકટરશ્રી

હિતેશ કલાલ @સુખસર  

દાહોદ જિલ્લામાં અતિ કુપોષિત બાળકો ને ઇંડા આપવાની પાયલોટ પ્રોજેક્ટ ની કોઈ જ યોજના નથી :કલેકટર,પ્રસિદ્ધ થયેલા અહેવાલો સંદર્ભમાં કલેકટરે સ્પષ્ટતા કરી, પશુપાલન વિભાગ દ્વારા પાંચ તાલુકામાં મરઘી આપવાનું આયોજન કરાયું હતું.

દાહોદ તા.08
દાહોદ જિલ્લાના ૫ તાલુકાઓમાં અતિકુપોષિત બાળકોને મરઘી મને મરઘો આપવાનું આયોજન કરાયું હતું જેમાં સંજેલી તાલુકામાં વિકાસ યોજના હેઠળ પશુપાલન વિભાગ દ્વારા મરઘીઓ નું વિતરણ કરાયું હતું જેમાં પોષણ માટે ઈંડા આપવાના પાયલોટ પ્રોજેક્ટ ની આવી કોઇ જ યોજના ન હોવાનો કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી.
દાહોદ જિલ્લામાં કુપોષિત બાળકોને પોષણ અભિયાન હેઠળ ઝુંબેશ શરૂ કરાઇ છે જેમાં જિલ્લાના પાંચ તાલુકાઓમાં કુપોષિત બાળકો માટે દસ મરઘી અને એક મરઘો આપવાનું શરૂ કરાયું છે જેમાં સંજેલી તાલુકામાં વિતરણ કરાયું હતું આ બાબતને લઈ સરકાર દ્વારા કુપોષિત બાળકોને પોષણ માટે ઈંડા આપવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા જેમાં જિલ્લામાં આવી કોઈ યોજના ની અમલવારી શરૂ થઈ નથી કે કરવામાં આવવાની પણ નથી તેવી કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી તેમજ કહ્યું કે રાજ્યના મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી ના નેતૃત્વમાં રાજ્યવ્યાપી સૂપોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને અતિકૂપોશિત બાળકોની વિશેષ કાળજી લઈ રાજ્ય સરકાર કઠોળ સોયાબીન રેડી ટુ ઇટ પોષક આહાર તેમજ દૂધ સંજીવની યોજના અન્વયે દૂધ આપી જ રહી છે એટલું જ નહિ આંગણવાડીઓ માં જનભાગીદારી થી ફળ ફળાદી અને અન્ય પૂરક પોષક આહાર પૂરો પાડવામાં આવે છે એટલે આવી કોઈ નવી યોજના માં ઇંડા આપવાની કોઈ વાત જ ઉપસ્થિત થતી નથી.
તાલુકા વિકાસશીલ યોજના હેઠળ રોજગારી માટેનું સ્થળાંતર રોકવા માટે મરઘીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.:- પશુ પાલન અધિકારી  ડો.કમલેશ ગોસાઈ 

તાલુકા વિકાસ શીલ યોજના હેઠળ તાલુકા દીઠ 33 અતિ કુપોષિત બાળકોને દસ મરઘી અને એક મરઘા નું વિતરણ કરાયું હતું જેમાં કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પશુઓ માટે લાભાર્થી દીઠ સો કિલો ચણ આપીએ છીએ તેમજ મરઘીનું રોજગારી માટેનું સ્થળાંતર આ યોજનાથી રોકી શકાશે જેથી લાભાર્થીના પરિવારને પશુઓ નું વિતરણ કરાયું છે જેમાંથી મળતા ઈંડા વેચીને ગુજરાન ચલાવી શકશે તેઓ પશુપાલન ના અધિકારી એ જણાવ્યું હતું.

error: Content is protected !!