Sunday, 08/09/2024
Dark Mode

દેવગઢ બારીઆના જંગલમાં વનવિભાગની ટીમે દરોડો પાડી ખેરના લાકડા ભરેલી ફોર વહીલ ગાડીને ઝડપી પાડી : લાકડાચોરો અંધારાનો લાભ લઇ ભાગી છૂટવામાં સફળ

દેવગઢ બારીઆના જંગલમાં વનવિભાગની ટીમે દરોડો પાડી ખેરના લાકડા ભરેલી ફોર વહીલ ગાડીને ઝડપી પાડી : લાકડાચોરો અંધારાનો લાભ લઇ ભાગી છૂટવામાં સફળ

મઝહર અલી મકરાણી @ દે.બારીઆ 

દેવગઢ બારીઆ તા.07
દેવગઢ બારિયા તાલુકાના સાગારામા ગામ ના જંગલમાંથી એક મારુતી ફન્ટી કારમાં  ખેરના લાકડા ચોરી કરી જતા વન કર્મીઓએ દરોડો પાડી ઝડપી પાડ્યું હતું જોકે  લાકડા ચોરો  અંધારાનો લાભ લઇ ફરાર થઇ જતા વનવિભાગની ટીમે મારુતિ ફન્ટી ને જપ્ત કરી ફરાર થઈ ગયેલા લાકડાચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારિયા તાલુકાના જંગલ વિસ્તારમાં ખેર, સાગ,સીસમ જેવા અનેક કિંમતી વૃક્ષો આવેલા છે.ત્યારે આ વૃક્ષોનું નિકંદન કાઢી  લાકડા ચોરો દ્વારા આ જંગલો ઉપર તેઓની રહેમ નજર રહેલી છે. જે ગમે ત્યારે આ વિસ્તાર માં રેકી કરી અને ક્યારેક મોકો મળતા તેઓ સ્થાનિક લોકોનો સંપર્ક કરી લાકડાની તસ્કરી કરે છે અહીંના વન કર્મીઓ પણ જંગલ વિસ્તારમાં સતત   પેટ્રોલીંગ કરી  આ ઘનઘોર જંગલોનો બચાવ કરી રહ્યા છે.ત્યારે ખાનગી  માહિતી દ્વારા  પેટ્રોલિંગ કરી આ લાકડાચોરોને સતત પીછો કરી તેઓને ઝડપી પાડવામાં આવે છે. ત્યારે ગત તારીખ છઠ્ઠી ફેબ્રુઆરીના રાત્રિના સુમારે વન કર્મીઓ કાળીડુંગરી થી સાગારામા તરફ પેટ્રોલિંગમાં હતા ત્યારે રાત્રિના એક શંકાસ્પદ ગાડી સાગારામાના દેવવાળી ડુગરીના જંગલ તરફ જતા જે ગાડી શંકાસ્પદ જણાતા પેટ્રોલિંગમાં રહેલા વનકર્મીઓ આ અંગે સ્થાનિક આર.એફ.ઓ પુરોહિતને આ બાબતે જાણ કરતા આર.એફ.ઓ પુરોહિતે રેન્જના સ્ટાફને માર્ગદર્શન આપી તેઓને ગાડીની માહિતી મેળવી રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં  જંગલ વિસ્તાર તરફ મારુતી ફન્ટી ગાડી ગઈ હતી તે વિસ્તારમાં વનકર્મીઓએ કોર્ડન કરી  પગદંડી રસ્તા ઉપર જંગલ વિસ્તારમાં  તપાસ કરતા જીજે.06.બી.એલ 3590 ની મારુતી ફન્ટી કાર ઉભેલી હતી અને કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા તે ગાડી ની સીટ ઉપર તેમજ ડિકીના ભાગે ખેરના લાકડા ના ટુકડા કરી ભરતા હતા જેથી વન કર્મીઓ દ્વારા તે ગાડી ઉપર છાપો મારતા વનકર્મીઓને જોઈ લાકડા ભરતા તેમજ ગાડીનો ચાલક અંધારાનો લાભ લઇ ત્યાંથી નાસી છૂટયા હતા જ્યારે વન કર્મીઓએ ફન્ટી ગાડીમાં ભરેલ ખેરના લાકડાનો જથ્થો દેવગઢબારિયા રેન્જ ઓફિસ લાવી કાયદેસરની કાર્યવાહી કરી લાકડા તેમજ મારુતી ની અંદાજીત કિંમત રૂપિયા 70 હજાર નો મુદ્દામાલ ઝડપી લઇ અજાણ્યા ગાડી માલિક તેમજ લાકડા ચોર વિરુદ્ધ  ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

error: Content is protected !!