મઝહર અલી @ દે.બારીયા
દેવગઢ બારીઆ તાલુકાના રેબારી ગામે બે માદા દીપડી પાંજરે પુરાઇ,અગાઉ માનવ જાત ઉપર આ વિસ્તારમાં દીપડાના હુમલા થયા છે.અગાઉ એક સપ્તાહ પહેલા ત્રણ જણ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો.પ્રતિકારમાં દીપડીનું મોત થયું હતું .આ પંથકમાં દીપડાની વસ્તી વધારે હોવાનું તારણ,દીપડાના હુમલાને લઇ ગ્રામજનોએ દીપડો પાંજરે પુરવાની માંગ કરી હતી, વનવિભાગ દ્રારા પાંજરું મુકાયું હતું.જેમાં બે માદા દીપડી ઓ પાંજરે પુરાઈ,આ વિસ્તારમાં હજુ પણ અનેક દીપડા હોવાનું કહેતા સ્થાનિક લોકો.
દે.બારીયા તા.04
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલ રેબારી ગામે દીપડાના વધતા જતા હુમલાને લઇ વનવિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું.જેમાં બે બાળ માદા દીપડી પાંજરે પુરાઈ.
દેવગઢબારિયા તાલુકાના રેબારી તેમજ મોટીઝરી પંથકમાં વન્યપ્રાણી દિપડાની વસ્તી વધતા માનવજાત ઉપર એક પછી એક એમ અનેક દીપડાના હુમલા વધવા લાગ્યા છે. ત્યારે હાલમાં થોડા દિવસ અગાઉ મોટીઝરી ગામે 28 માર્ચના રોજ એક ખેતરમાં કામ કરતા ત્રણ ગ્રામજનો ઉપર દીપડી એ હુમલો કરતા ત્રણે ગ્રામ જનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આ દીપડીના હુમલામાં ગ્રામજનો દ્વારા પ્રતિકાર કરતાં દીપડીનું મોત નિપજ્યું હતું. ત્યારે આ પંથકમાં માનવ જાત ઉપર વન્ય પ્રાણી દીપડાના વધતા જતા હુમલાથી ફફડાટ વ્યાપી જવા પામેલ છે. ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા પાંજરું મૂકી આ ખુખાર વન્ય પ્રાણીઓને પાંજરે પુરવાની સ્થાનિક ગ્રામજનોએ માંગ કરતા આ વિસ્તારમાં રેબારી તેમજ મોટીઝરી ગામે પાંજરું મૂકતા આજ તારીખે 4 એપ્રિલના રોજ રેબારી ગામે વહેલી સવારે જે પાંજરૂ મૂકવામાં આવ્યું હતુ તેમાં બે બાળવયની માદા દીપડી ખોરાકની શોધમાં આવતા પાંજરે પુરાઇ હતી. જે બાબતની જાણ વન વિભાગને થતાં તે દોડી આવી પાંજરે પુરાયેલ દીપડા માદા હોવાનું અને એક વર્ષની વયની બાળ દીપડી હોવાનું બહાર આવ્યું હતું ત્યારે માદા દીપડી પાંજરે પુરાતા સ્થાનીક ગ્રામજનોમાં કંઇક અંશે હાસકરો થયો તેમ દેખાઇ રહ્યું હતું. અને હજુ પણ આ વિસ્તારમાં કેટલાક નર દીપડા પણ હોવાનું કહેવાઈ છે ત્યારે આ દીપડાઓ પણ વહેલી તકે પાંજરે પુરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે આ પાંજરે પુરાયેલ બાળ દીપડી ઓને હાલમાં નર્સરીમાં રાખવામાં આવી છે અને તે પછી તેને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.