સુખસરમાં કાર ચાલુ કરવા જતા શોર્ટસર્કિટથી આગ લાગતા નુકશાન
સુખસર તા.03
ફતેપુરા તાલુકાના સુખસરમાં ચમાર વાસ માં રહેતા એક શિક્ષક દ્વારા શુક્રવારના રોજ સવારે બાળકો સાથે કારમાં બેસી કાર ચાલુ કરતાં જ શોર્ટસર્કિટ થતાં આગ લાગી ગઈ હતી જમા કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી જ્યારે કોઇ જાનહાનિ થઇ ન હતી આ બાબતે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
ફતેપુરા તાલુકાના સુખસરમાં ચમાર વાસ માં રહેતા રાજુભાઇ ભૂનેતર દ્વારા શુક્રવારના રોજ પોતાની ઇન્ડિકા કાર માં સામાજિક કામ માટે જવાનું હોવાથી પોતાના બે બાળકો ને બેસાડી કારમાં બેસી કાર ચાલુ કરવા જતાં જ શોર્ટ સર્કિટ થયું હતું જેમાં આકસ્મિક આગ લાગી જતા ભડકો થયો હતો થોડીવારમાં કાર બળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું રાજુભાઈ બંને બાળકો સાથે તાત્કાલિક બહાર નીકળી જતા બચાવ થયો હતો આ બાબતે રાજુભાઈ એ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એફ.એસ.એલ.ની મદદ લીધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.