Thursday, 21/11/2024
Dark Mode

નિવૃત સૈનિકોના સંગઠને સરકાર દ્વારા ખેતી માટે જમીન ફાળવા બાબતે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

નિવૃત સૈનિકોના સંગઠને  સરકાર દ્વારા ખેતી માટે જમીન ફાળવા બાબતે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

જીગ્નેશ બારીઆ @દાહોદ 

દાહોદ તા.૦૨

દાહોદના ભારતીય સેનામાંથી નિવૃત થયેલ માજી સૈનિકોના સંગઠન દ્વારા આજરોજ  માજી સૈનિકોને અપાતી સરકાર દ્વારા ખેતી માટે જમીન ફાળવા બાબતનું એક આવેદન પત્ર મામલતદાર,દાહોદને સુપરત કરવામાં આવ્યું હતુ.
દાહોદ તાલુકાના માજી સૈનિકો દ્વારા આજરોજ શહેરમાં બેનરો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.  રેલી દાહોદ મામલતદાર કચેરી બહાર સમ્પન્ન થઈ હતી અને મામલતદારને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે, જીવનનો અમુલ્ય સમય દેશ માટે સેવા  કરનાર પુર્વ માજી સૈનિકને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેતીની જમીન આપવાની જાગવાઈ છે જે અન્વયે ગુજરાત સરકાર માજી સૈનિકોને ખેતી માટેની પડતર જમીન ફાળવવા બાબત તાલુકા તેમજ દાહોદ જિલ્લાના તમામ માજી સૈનિકો તથા વિર નારીના જમીન ફાળવવા બાબતના ફોર્મ કચેરી દ્વારા આપવામાં આવે છે તે બાબતની યોગ્ય કાર્યવાહી કરવા આવેદન પત્રામં રજુઆત કરવામાં આવી હતી.

error: Content is protected !!