A.T.D.O. એમ એલ ગરાસીયા ની અધ્યક્ષતામાં વિદાય સંભારમ યોજવામાં આવ્યો
તાલુકા તલાટી કમ મંત્રી શ્રી ના પ્રમુખ અતુલ ભાઈ ડોડીયાર સન્માન કર્યું હતું
ફતેપુરા તા.31
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી પંચાયત તરીકેની ફરજ બજાવતા આર.કે નીનામા નિવૃત થતા તેઓને વિદાય સંભારમ તાલુકા પંચાયતના સભાખંડમાં A.T.D.O. એમ એલ ગરાસીયા ની અધ્યક્ષતા યોજવામાં આવ્યું હતું જેમાં ફતેપુરા તાલુકા તલાટી કમ મંત્રી શ્રી ના પ્રમુખ અતુલભાઇ ડોડીયાર તાલુકા પંચાયત કર્મચારીગણ ફતેપુરા તાલુકામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી શ્રી ઓ હાજર રહ્યા હતા રિટાયર થયેલ વિસ્તરણ અધિકારી પંચાયત નીનામા ને શ્રીફળ આપી ફુલહાર કરી સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેઓના નોકરીના સમયગાળા દરમિયાન કર્મચારી પ્રત્યે પ્રેમલ ભર્યો સ્વભાવ ને હર કોઈ યાદ કરી બિરદાવેલ હતો તેમજ તેઓનું નિવૃત્ત જીવન સુખ સુખમય અને શારીરિક તંદુરસ્તી રહે તેમજ સમાજ માટે ઉપયોગી રહ રહે તેવા શુભ આશીર્વચન આપવામાં આવેલ હતા