જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લામાં દિન-પ્રતિદિન વધતા કોરોના સંક્રમણને કારણે લોકોમાં તેમજ આરોગ્યતંત્ર ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે એકસાથે ૧૯ દર્દીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોના ના કુલ આંકડો 3036 નેપાર કરી ચૂક્યો છે.
આજે આરટીપીસીઆરના 488 પૈકી 18 અને રેપીડ ટેસ્ટના 2023 પૈકી 01 દર્દીઓ પૈકી કુલ ૧૯ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જેમાંથી દાહોદ અર્બનમાંથી ત્રણ, દાહોદ ગ્રામ્યમાંથી એક, ઝાલોદ અર્બનમાંથી ચાર, ઝાલોદ ગ્રામ્યમાંથી બે, દેવગઢબારિયા અર્બનમાંથી એક, દેવગઢ બારીયા ગ્રામ્યમાંથી બે, લીમખેડામાંથી એક, સીંગવડમાંથી એક, ગરબાડામાંથી એક, ધાનપુરમાંથી બે અને સંજેલીમાંથી એક કેસનો સમાવેશ થાય છે આજે હોસ્પિટલમાંથી 8 દર્દીઓને રજા આપતા એક્ટિવ કેસ પણ વધીને હવે 136 ઉપર પહોંચી ગયા છે. આજના કેસ જોતા લાગી રહ્યું છે કે કોરોના સંક્રમણ ધીરે ધીરે શહેરી વિસ્તાર સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ પગપેસારો કરી રહ્યો છે ત્યારે આ બાબતે પણ તંત્રએ ધ્યાન કેન્દ્રિત કરી ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ ફેલાતો અટકાવવા માટે ધનવંતરી રથ સહિતની કામગીરીનો પણ આરંભ કરી દેવામાં આવ્યો છે.