ફતેપુરા તાલુકાના વાહનચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓની દાહોદ LCB દ્વારા ચોરીની તુફાન જીપ સાથે ધરપકડ કરી

Editor Dahod Live
3 Min Read

 બાબુ સોલંકી :- સુખસર 

  • ફતેપુરા તાલુકાના વાહનચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓની દાહોદ એલ.સી.બી દ્વારા ચોરીની તુફાન જીપ સાથે ધરપકડ કરી.
  • એક એક બાળ આરોપી સહિત ચોરીની તુફાન જીપ સાથે એમપી તરફ જતા બે આરોપી ચાકલીયા રોડ ઉપરથી ઝડપાયા.
  •  આ બંને આરોપીઓ અગાઉ ૧૧ ગુનાઓમાં ઝડપાઇ ચૂકયા છે.
  • ચોરીની તુફાન જીપ નંબર જીજે-૦૧.ડીયુ-૯૮૩૩. પોલીસે કબજે લીધી.

સુખસર,તા.૨૧

    દાહોદ એલ.સી.બી પોલીસે ફતેપુરા તાલુકાના વાહન ચોરીમાં સંડોવાયેલા એક બાળ આરોપી સહિત બે આરોપીઓની દાહોદ ઝાલોદ તાલુકાના ચાકલીયા થી જિલ્લા તેમજ જિલ્લા બહારના ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ડિટેક્ટ કરવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાંચને સફળતા મળી હોવાનું જાણવા મળે છે.

  જાણવા મળેલી વિગતો મુજબ નાયક પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડા પંચમહાલ ગોધરા ગોધરાના ઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મેં પોલીસ અધિક્ષક હિતેશ જોયસર ના એ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર બીડી શાહ એલ.સી.બી. નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ હતું.

    જેના અનુસંધાને શનિવારના રોજ એલસીબી પોલીસ ઇન્સ્પેકટર તથા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા તથા એલસીબી સ્ટાફના માણસો જિલ્લામાં અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં હતા.તે દરમિયાન એલસીબી ટીમને બાતમી મળેલ કે, લિમડી-ચાકલિયા તરફના રસ્તે બે માણસોએ સિલ્વર કલરની તુફાન ગાડી લઇ એમ.પી તરફ જનાર છે. જેના આધારે આ ટીમ વ્યૂહાત્મક અને આયોજનબદ્ધ વોચમાં રહેલા તે દરમિયાન બાતમી મળેલ.તુફાન ગાડી આવતા તેને રોકતા તેમાંથી બે ઈસમો ભાગવા જતા તેઓને કોર્ડન કરી ઝડપી પાડેલ.જે પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરની ઘનિષ્ઠ પૂછતાછ કરતા તેણે તથા સાગરિતોએ ભેગા મળી એકબીજાની મદદગારી કરી જિલ્લામાં તેમજ જિલ્લા બહાર ચોરી તેમજ વાહન ચોરીમાં ગુનાની કબૂલાત કરેલ.તેમાં અમદાવાદ રૂરલ જિલ્લા ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી તથા સુખસર ખાતે વર્ષ ૨૦૧૯ મા વાહન ચોરીમાં સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું.આ બંને આરોપીઓ પાસેથી તુફાન જીપ નંબર જીજે-૦૧.ડીયુ-૯૮૩૩ કબજે લેવામાં આવેલ છે.જોકે આ તુફાન જીપમાં બોગસ નંબર પ્લેટ નંબર જીજે-૦૮.આર-૧૨૩૧ લગાવી ગાડી ચલાવતા હોવાનું પણ બહાર આવવા પામેલ છે. ઝડપાયેલા બંને આરોપીઓ પૈકી એક આરોપી બાળ કિશોર હોવાનું જાણવા મળે છે.જ્યારે બીજો આરોપી નીતિનભાઈ નગાભાઈ ડોડીયાર રહે.મોટાનટવા (બોરખેડી ફળિયા),તાલુકો.ફતેપુરા,જિલ્લો.દાહોદ નું હોવાનું જાણવા મળે છે.

     ઝડપાયેલા બંને આરોપીઓ ભૂતકાળમાં વાહન ચોરી મારામારી તથા પ્રોહિબિશનના ગુના ઓ દાહોદ જિલ્લા તથા આંતર જિલ્લા તેમજ આંતરરાજ્ય ના કુલ મળી ૧૧ ગુનાઓમાં ઝડપાઈ ચૂકેલ હોવાનું અને જામીન ઉપર મુક્ત થયા બાદ ફરી એકત્રિત થઈ વાહન ચોરીના ગુનાઓને અંજામ આપતા હોવાનું જાણવા મળે છે.

      આમ જિલ્લા તેમજ જિલ્લા બહારના ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના અનડિટેક્ટર ગુનાના ભેદ ઉકેલી અનડિટેક્ટ ગુન્હાઓ ડિટેક્ટ કરવામાં દાહોદ જિલ્લા એલ.સી.બી.ને સફળતા મળી હોવાનું જાણવા મળેલ છે.

Share This Article