Wednesday, 04/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં સમાવિષ્ટ 6 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો:કોંગ્રેસના સૂપડાસાફ

ફતેપુરા તાલુકામાં સમાવિષ્ટ 6 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો:કોંગ્રેસના સૂપડાસાફ

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

  • ફતેપુરા તાલુકામાં સમાવિષ્ટ 6 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો
  • ફતેપુરા જિલ્લા પંચાયતની બેઠકો ભાજપે કબજે કરી કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા
  •  સક્ષમ નેતાગીરીના અભાવે કોંગ્રેસ ભોય ભેગી 

ફતેપુરા તાલુકા પંચાયતમાં સમાવેશ 6 જિલ્લા પંચાયતની 6 બેઠકોની મત ગણતરીના શરૂઆતથી જ ભાજપના ઉમેદવારોની લીડ જોવા મળતી હતી.ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જવા પામ્યા હતા. તમામ 6 બેઠકો ભાજપે કબજે કરી લેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો.વિજેતા ઉમેદવારો અને સમર્થકો ડીજેના તાલે ફટાકડા ફોડી અબીલ ગુલાલની છોડો વચ્ચે વિજય સરઘસ નગરના મુખ્યમાર્ગો ઉપર નીકળ્યા હતા.પોલીસે તમામ મત ગણતરી પ્રક્રિયા દરમ્યાન તેમજ વિજય સરઘસ દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઈ અમલીયાર જિલ્લા પંચાયતના તેમજ તાલુકા પંચાયતના વિજય થયેલ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા

ફતેપુરા તાલુકા પંચાયતમાં સમાવેશ થયેલ 6 જિલ્લા પંચાયતના ભાજપના વિજેતા ઉમેદવાર

1 પ્રફુલભાઈ દલસુખભાઈ ડામોર લખણપુર જીલ્લા પંચાયત

    મળેલ મત 10357

2 પ્રતાપભાઈ ભલાભાઇ પારગી ધુધસ જિલ્લા પંચાયત

    મળેલ મત 8083

3 અલ્પાબેન અમરસિંહ ભાભોર મારગાળા જિલ્લા પંચાયત

   મળેલ મત 11639

4 ભારતી બેન મહેન્દ્રભાઈ પારગી મોટી રેલ જીલ્લા પંચાયત

   મળેલ મત 7749

5 સોનલબેન રાજેન્દ્રકુમાર મછાર નીંદકા પૂર્વ જિલ્લા પંચાયત

  મત મળેલ મત 5472

6 શાંતાબેન મુકેશભાઈ પારગી સલરા જીલ્લા પંચાયત

  મળેલ મત 9753

error: Content is protected !!