રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ લાઈવ ડેસ્ક..
-
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ અડીખમ:કોંગ્રેસના કાંગરા ખર્યા, આપ પાર્ટીને જાકારો
-
દાહોદ નગરપાલિકામાં કોંગ્રેસના સૂપડાસાફ :36 બેઠકો માંથી 31 પર ભાજપનો ભગવો લહેરાયો:5 બેઠકો પર કોંગ્રેસ સીમિત થઈ
-
આમ આદમી પાર્ટીને દાહોદ શહેર સહીત જિલ્લાવાસીઓએ નકારી
-
50 જિલ્લા પંચાયતોમાંથી 40 પર કેસરિયો લહેરાયો:9 પર કૉંગેસનો વિજય, એક પર અપક્ષનો કબ્જો
-
તાલુકા પંચાયતોની 238 બેઠકોમાંથી 198 પર ભાજપનો દબદબો:9 બેઠકો પર કોંગ્રેસનો વિજય :એક પર અપક્ષ વિજેતા
-
વોર્ડ નંબર 1 માં લખન રાજગોરે સૌથી વધારે મત મેળવ્યા
-
દાહોદ નગરપાલિકાના અપક્ષ ઉમેદવારોમાં વોર્ડ નંબર 4 ના અપક્ષ ઉમેદવારે હાઈએસ્ટ મત સાથે હેલ્થી ફાઇટ આપી
-
દાહોદમાં હાઈ પ્રોફાઈલ ગલાલિયાવાડ જિલ્લા પંચાયત સીટ પર ભાજપના દિગ્ગજ સુધીર લાલપુર વાળાએ કોંગ્રેસના દિગ્ગજ અને પીઢ રાજકારણી નેણાંસિંઘ બકલીયાને 3000 ની લીડથી માત આપી
-
અભલોડ જિલ્લા પંચાયત સીટ પરથી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ વિજયી થયાં
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપે પોતાનો પરચમ દેખાડી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બે નગરપાલિકામાં ભગવો લહેરાવતાં ભાજપા પાર્ટી સહિત તેઓના નેતાઓ, કાર્યકર્તાઓ તમામમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. જિલ્લામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જતાં કોંગ્રેસ પાર્ટીમાં સ્તબ્ધતા પ્રસરી જવા પામી હતી તો દાહોદ નગરપાલિકાના ૦૯ વોર્ડની ૩૬ બેઠકોમાં ૩૧ બેઠક પર ભાજપે કબજાે મેળવી લીધો હતો ત્યારે માત્ર ૦૫ બેઠકો પર કોંગ્રેસ હક્ક જમાવ્યો હતો જ્યારે આપ તેમજ અપક્ષ – અન્ય પાર્ટીઓનો સફાયો થઈ ગયો હતો. ખાસ કરીને દાહોદ નગરપાલિકાની વાત કરીએ તો પ્રથમ વોર્ડથી જ્યારે કાઉન્ટીંટ શરૂ થયું ત્યારે લાગતું હતું
કે, રસાકસીનો જંગ જામશે પરંતુ પ્રથમ વોર્ડની જાહેરાતમાં જ બીજેપીએ પોતાનું ખાતુ ખોલાવી સપાટો બોલાવતાં કાર્યકરોમાં ઉત્સાહ આવી ગયો હતો. શહેર સહિત જિલ્લામાં ભાજપના પરચમના પગલે સરઘસો, જુલુસ નીકળ્યાં હતાં. રસ્તાઓ પર માત્રને માત્ર બીજેપીનો જ ભગવો રહેતો સ્પષ્ટ જાેઈ શકાતો હતો. દાહોદ જિલ્લા પંચાયતની ૫૦ બેઠકો પરથી ૪૦ બેઠકો પર ભાજપાએ પોતાનો ભગવો લહેરાવી કબજે ૪૦ બેઠકો કબજે કરી હતી જ્યારે કોંંગ્રેસના ફાળે ૦૯ અને ૧ અપક્ષના ફાળે ગઈ છે જેને જાેતા જિલ્લા પંચાયતની બેઠકોમાં પણ કોંગ્રેસનો સફાયો થયો હતો.
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કેસરિયો થયો:કોંગ્રેસના સૂપડાસાફ
દાહોદ જિલ્લા પંચાયતની ૫૦ બેઠકો પરથી ૪૦ બેઠકો પર ભાજપાએ પોતાનો ભગવો લહેરાવી કબજે ૪૦ બેઠકો કબજે કરી હતી જ્યારે કોંંગ્રેસના ફાળે ૦૯ અને ૧ અપક્ષના ફાળે ગઈ છે જેને જાેતા જિલ્લા પંચાયતની બેઠકોમાં પણ કોંગ્રેસનો સફાયો થયો હતો.
તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના વાવઝોડામાં કોંગ્રેસ વેરવિખેર થઇ
તાલુકા પંચાયતની કુલ ૨૩૮ બેઠકોની તો આ ૨૩૮ બેઠકો પૈકી ભાજપના ફાળે ૧૯૮, કોંગ્રેસના ફાળે ૩૦ અને અપક્ષને ૧૦ બેઠકો મળી હતી. આમ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં તમામ બેઠકો પર કોંગ્રેસના સુપડા સાફ થઈ જવા પામ્યાં હતાં.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જિલ્લાવાસીઓએ નકાર્યા
દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ જે ભાગ ભજવ્યો હતો અને પ્રચાર – પ્રસારમાં પણ આગળ હતી પરંતુ આ વખતની ચુંટણીમાં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક ન મળતાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મતદાન ગણતરી સ્થળોએથી હારનો સ્વાદ ચાંખ્યાં બાદ વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું.