રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક….
દાહોદ સ્માર્ટ સીટીની જાહેરાત બાદ સ્માર્ટ સીટી અંતર્ગત વિકાસ કામોની શરૂઆત ગોદીરોડ વિસ્તારમાંથી કરવામાં આવી હતી.જેમાં કડાણા જળાશય આધારિત પીવાના પાણીની પાઇપ લાઈન,ભૂગર્ભ ગટર યોજના, ગેસ પાઈપલાઈન, વોટર સીવેજ લાઈન,સ્માર્ટ સીટી અંતર્ગત ત્રણ નવી પાણીની ટાંકી તેમજ પાણીના મીટર નાખવાની કામગીરી કરવામાં આવી,ચાકલીયા અંડરપાસ તેમજ કડાણા પાઇપલાઇનમાં અવારનવાર સર્જાતી યાંત્રિક ખામીઓના લીધે આ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારવા મજબુર બન્યા,શમશાન તેમજ ગોદીરોડ બાજુના નવીન પ્લેટફોર્મ સહિતની કામોં બાકી,ડોર ટુ ડોર કચરો તેમજ ગટરોની સાફસફાઈમાં અનિયમિતા હોવાની સ્થાનિક લોકોની રજૂઆત,ગત ચૂંટણીઓમાં જીતેલા ઉમેદવારોએ વિકાસ કાર્યો કર્યાં હોવાના દાવાઓ
દાહોદ તા.09
ઉડતી ધૂળની ડમરીઓ વચ્ચેથી પસાર થતાં વાહનચાલકો તેમજ રાહદારીઓ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાતની સાથે રાજ્યમાં આચારસંહિતા અમલમાં છે.તાલુકા જિલ્લા તેમજ નગરપાલિકાની ચૂંટણીઓને લઇ તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીઓમાં જોતરાઈ ગયા છે.ત્યારે સમાર્ટ સીટી દાહોદમાં પણ નગરપાલિકાની ચૂંટણી યોજાવવાની હોઈ રાજકીય પક્ષોના બેનર તળે ચૂંટણી લડવા માંગતા મુરતિયાઓ પોતપોતાના વોર્ડમાં ચૂંટણીની તૈયારીઓમાં જોરશોરથી લાગી ગયા છે. તેમજ આજથી જાહેરનામું પ્રસિદ્ધ થતાં ફોર્મ ભરવાની શરૂઆત પણ થઇ ગઈ છે. ત્યારે ગત ચૂંટણીમાં નગરપાલિકાના સુધરાઈ સભ્ય તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તેમના વોર્ડની પ્રજાની સુખાકારીને ધ્યાને લઇ કરેલા કામોની ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવાનો પ્રયાસ કરાતા ગત ચૂંટણીમાં જીતેલા જન પ્રતિનિધિઓએ સતત અગ્રેસર રહી પોતાના વોર્ડમાં કામ કરાવ્યાના દાવા કર્યા હતા. તેમજ હાલ કેટલાક કામો લોકડાઉનના લીધે વિલંબમાં હોવાનું જાણવા મળેલ છે. ત્યારે દાહોદ નગરપાલિકામાં કુલ 9 વોર્ડમાં 36 બેઠકો વાળી દાહોદ નગરપાલિકામાં ભાજપના 22, કોગ્રેસના 13 તેમજ અપક્ષમાં 1 પ્રતિનિધિ ચૂંટાયા હતા.
દાહોદમાં સ્માર્ટ સીટી અંતર્ગત વિકાસ કામોની શરૂઆત વોર્ડ નંબર એક થી
સ્માર્ટ સીટી અંતર્ગત પાણીના મીટર લગાડવામાં આવ્યા
દાહોદ સ્માર્ટ સીટીની જાહેરાત બાદ સ્માર્ટ સીટી અંતર્ગત વિકાસ કામોની શરૂઆત ગોદીરોડ વિસ્તારમાંથી કરવામાં આવી હતી.જેમાં કડાણા જળાશય આધારિત પીવાના પાણીની પાઇપ લાઈન,ભૂગર્ભ ગટર યોજના, ગેસ પાઈપલાઈન, વોટર સીવેજ લાઈન,સ્માર્ટ સીટી અંતર્ગત ત્રણ નવી પાણીની ટાંકી તેમજ પાણીના મીટર નાખવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ ગોદીરોડને રેલવે સ્ટેશનને જોડતા ફૂટ ઓવરબ્રિજ તેમજ નવીન રેલવે ટિકિટબારી સહિતની કામગીરી કરવામાં આવી હતી.
પ્રાથમિક સુવિધા ઝંખતી વોર્ડ 1 ની જનતા પીવાના પાણી તેમજ સ્માર્ટસીટી અંતર્ગત થયેલા ખોદકામ દરમિયાન ઉડતી ધૂળથી ત્રસ્ત :અંડરપાસમાં ભરાયેલા ગંદાપાણી માથાના દુખાવા સમાન સાબિત થયો
આમ તો ગોદીરોડ વિસ્તારમાં વોર્ડ નંબર 1 અને 2 નો સમાવેશ થાય છે.અને સમાર્ટ સીટી દાહોદમાં સ્માર્ટ સીટી અંતર્ગત થયેલા કામોમાં ગોદીરોડ વિસ્તારની જનતાને સુવિધા તો ચોક્કસ મળી છે. પરંતુ કડાણા જળાશય આધારિત પાણીની યોજનામાં યાંત્રિક ખામીઓનો સર્જન થતાં આ વિસ્તારની જનતા પાણી માટે કાયમ વલખા મારવા મજબુર થવા પામી છે. તેમાંય સ્માર્ટ સીટી અંતર્ગત પાણીના મીટર લગાવવાની શરૂઆતમાં જ પૂરતા પ્રેસરમાં પાણી આવતો ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામતા પાણીના મુદ્દે પડતા ઉપર પાટું જેવી ઘાટ વિસ્તારની પ્રજા સાથે સર્જાયું છે. જોકે પાણીના મીટરોની ફરિયાદોને ધ્યાને લઇ તંત્ર દ્વારા મીટર લગાવવાની કામગીરી હાલ સ્થગિત કરવામાં આવી છે.જોકે આ બાબતે આ વિસ્તારના કોર્પોરેટર લખન રાજગોર ના જણાવ્યા અનુસાર કડાણા જળાશય દ્વારા પીવાનું પાણી પુરી પાડતી પાઇપ લાઈનમાં અવાર નવાર યાંત્રિક ખામી સર્જાતા ચોક્કસ આ વિસ્તારની પ્રજાને દુવિધા વેઠવાનો વારો આવ્યો હતો.પરંતુ પહેલા 5 લાખ લીટરની પાણીની ટાંકીની હતી અને હવે 11 લાખ લીટર પાણીના સંગ્રહ ધરાવતી ટાંકી તેમજ 1 કરોડ લીટર લીટર કેપિસિટી વાળું સંપ બનીને તૈયાર થઇ ગયો છે. અને આવનારા 15 થી 20 દિવસમાં નવી ટાંકી તેમજ કાર્યરત થતાં પાણીની સમસ્યાનો કાયમી હલ થઈ જશે.
અને જો પાઈપલાઈનમાં યાંત્રિક ખામી સર્જાતા છે. તો પણ પ્રજાને પાણીની કોઈ સમસ્યા નહિ સર્જાય તેમજ સ્માર્ટ સીટી અંતર્ગત હાલ ગોદીરોડ વિસ્તાર સહીત મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ યાંત્રિક ખામીઓને કારણે આ કામગીરી હાલ સ્થગિત કરવામાં આવી છે પરંતુ ભવિષ્યમાં ચોવીસ કલાક પાણીની સપ્લાઈ આપવા માટે આ પાણીના મીટર લગાવવામાં આવી રહ્યા છે.તેમ જણાવ્યું હતું.જોકે પ્રજાની સુવિધા તેમજ ટ્રાફિકના ભારણને ઓછા કરવા માટે આ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ચાકલીયા અંડરપાસમાં કાયમી ધોરણે ગંદા પાણી ભરાયેલા રહે છે. તંત્ર દ્વારા લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ અંડરપાસમાં ગંદા પાણીનો નિકાલ ન થતા આ સમસ્યા માથાનો દુખાવા સમાન સાબિત થઇ રહી છે.