Saturday, 12/07/2025
Dark Mode

ઝાલોદ તાલુકાના લીલવાદેવા ગામે મોટરસાઇકલ પર આવેલા ત્રણ અજાણ્યા લૂંટારુઓએ મોટરસાયકલ સવાર ફાયનાન્સ કંપનીના કર્મચારીઓના માથામાં લોખંડની પાઈપ મારી ટેબ્લેટ,મોબાઈલ તેમજ રોકડ રકમ મળી 12,600 ની માલમત્તાની લૂંટ ચલાવી થયાં ફરાર

ઝાલોદ તાલુકાના લીલવાદેવા ગામે મોટરસાઇકલ પર આવેલા ત્રણ અજાણ્યા લૂંટારુઓએ મોટરસાયકલ સવાર ફાયનાન્સ કંપનીના કર્મચારીઓના માથામાં લોખંડની પાઈપ મારી ટેબ્લેટ,મોબાઈલ તેમજ રોકડ રકમ મળી 12,600 ની માલમત્તાની લૂંટ ચલાવી થયાં ફરાર

  જીગ્નેશ બારીયા :- દાહોદ

દાહોદ તા.૨૨

 ઝાલોદ તાલુકાના લીલવા દેવા ગામે સફેદ કલરની મોટરસાઈકલ પર આવેલ ત્રણ અજાણ્યા લુંટારૂઓએ મોટરસાઈકલ પર જઈ રહેલા ફાઈનાન્સ કંપનીના કર્મચારીના માથામાં લોખંડની પાઈપ મારી તેની પાસેથી ટેબલેટ,મોબાઈલ ફોન,રોકડા રૂપીયા મળી કુલ રૂા.૧૨,૬૦૦ની મત્તાની લુંટ કરી લુંટારૂઓ નાસી જઈ ટાડાગોળા ગામે આવી લુંટારૂઓએ ફરી એક વ્યક્તિને લુંટવાનો પ્રયાસ કરતાં વ્યક્તિ બુમાબુમ કરી મુકી હતી જેથી લુંટારૂઓ નાસી જતાં આ સંબંધે લુંટનો ભોગ બનેલ ફાઈનાન્સ કંપનીના કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાનું જાણવા મળી રહ્યું છે.

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ગોધરા રોડ ખાતે રહેતા અને ક્રેડીટ એક્સેસ ગ્રામીણ લીમીટેડ નામની ફાઈનાન્સ કંપનીનામાં નોકરી કરતાં જશવંતભાઈ વિઠ્ઠલભાઈ ગમાર નામના કર્મચારી પોતાની મોટરસાઈકલ લઈ લીલવાદેવા ગામેથી ચાકલીયા જતાં રોડ તરફથી સાંજેના સમયે પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક મોટરસાઈકલ પર આવેલા ત્રણ અજાણ્યા લુંટારૂઓએ જશવંતભાઈ ગમારને માથામાં લોખંડની પાઈપ મારી ગંભીર ઈજા પહોંચાડી ફાઈનાન્સ કંપનીના રૂપીયા ૨૦૦ની કિંમતની થેલો, રૂા.૧૦ હજારની કિંમતનું ટેબલેટ, રોકડા રૂપીયા ૨૬૦૦ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ વિગેરે મળી કુલ રૂા.૧૨,૬૦૦ની મત્તાની લુંટ કરી લુંટારૂઓએ ટાઢાગોળા ગામે રોડ પર અલ્પેશભાઈ માધુભાઈને મારવા અને લુંટ કરવા જતાં અલ્પેશભાઈએ બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો દોડી આવતાં લુંટારૂઓ નાસી ગયાં હતા અને નાસતા નાસતાં રૂા.૧૦ હજારની કિંમતનું જુનુ ટેબલેટ ગામની સીમમાં નાખી માત્ર રૂા.૨૬૦૦ની મત્તા મત્તા લઈ લુંટારૂઓ નાસી જવામાં સફળ રહ્યાં હતાં.

 આ સંબંધે લીમડી પોલીસ મથકે આ લુંટની ઘટનાની ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!