દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતરતા અનેક કામગીરી ખોરવાઈ
ઝાલોદ તા.15
તારીખ 11.1.21 ના રોજ ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીનાં પડતર પ્રશ્નો બાબતે ગુજરાત સરકાર સાથે ગુજરાત રાજ્યના આરોગ્ય મહા સંધ દ્વારા મીટીંગ કરવામાં આવેલ હતી. જેમાં યોગ્ય પ્રતિઉત્તર ન મળતાં તારીખ 12.1.21 નાં રોજથી અચોક્કસ મુદતની હડતાલ કરવા રાજ્ય મહાસંઘ દ્વારા આદેશ કરવામાં આવેલ હતો.જેમાં ગુજરાત રાજ્યના 33 હજાર કર્મચારીઓનો
સમાવેશ થયો છે. જેમાં સાત કેડરના કર્મચારીઓનો સમાવેશ થાય છે.જેમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા કોરોના વેકસીગ, લઈશું નહીં અને આપીશું નહીં ના સંકલ્પ સાથે જ્યાં સુધી ગ્રેડ પેની મુખ્ય માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી આરોગ્યની કામગીરીથી અળગા રહેશું તેવા સુત્રોચાર કરતા આરોગ્ય કર્મચારીયો જોવા મળ્યા હતાં