મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે રહેતા અને MGVCL માં નોકરી કરતા નિલેશ કટારા નામક યુવક આજરોજ દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે કોઈ કામ અર્થે આવ્યાં હતાં.આ દરમ્યાન ત્યાંથી એક માલગાડી પ્લેટફોર્મ નંબર ૩ ઉપરથી પસાર થઈ રહી હતી. આ માલગાડીની અડફેટે નિલેશ કટારા જાેતજાેતામાં આવી જતાં માલગીડીના પૈડા તેની ઉપર ચઢી ગયા હતા અને ઘટના સ્થળ પરજ નિલેશ નામક વિજકર્મીના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતાં. શું ખરેખર આ યુવક માલગાડીની અડફેટે આવી ગયો હશે કે પછી તેણે આત્મહત્યા કરી હશે? જોકે જાણવા મળ્યા મુજબ વીજકર્મીએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. મૃતક આ યુવકના પરિવારજનોને જેવી ખબર પડતાંની સાથે જ સ્વજનો દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે દોડી ગયા હતાં અને જ્યા આ યુવકનો મૃતદેહ જાેતા જ પરિવારજનોમાં આક્રંદનો માહોલ જાેવા મળ્યો હતો. નજીકની રેલ્વે પોલીસને પણ ઘટનાની જાણ થતાં રેલ્વે પોલીસના સત્તાધિશો સ્થળ પર દોડી ગયા હતા અને મૃતકના મૃતદેહને નજીકના દવાખાને પીએમ અર્થે લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.