દાહોદ:રેલવે કોલોનીમાં આવેલ એક બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો, સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત એક લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો થયા ફરાર, પોલીસ તપાસમાં જોતરાઇ

Editor Dahod Live
1 Min Read

  નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૧૫

દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલ એક બંધ મકાનમાં તસ્કરોએ પોતાનો કસબ અજમાવી ૫૦ હજાર રૂપીયા રોકડા તથા ૫૦ હજારના સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા.૧ લાખની મત્તાનો હાથફેરો કરી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

દાહોદ પરેલ પાંચ રસ્તા વિસ્તાર ખાતે રહેતા સુરેન્દ્રભાઈ રામાસ્વામી ડોડીના બંધ મકાનમાં ગત તા.૧૩મી ડિસેમ્બરના રોજ કોઈપણ સમયે અજાણ્યા ચોર તસ્કરોએ પોતાનો કસબ અજમાવ્યો હતો અને મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદરથી એક પર્સમાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૫૦ હજાર અને ૫૦ હજારની કિંમતના સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા.૧ લાખની મત્તાનો હાથફેરો કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે સુરેન્દ્રભાઈ રામાસ્વામી ડોડી દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

——————————

Share This Article