દાહોદ જિલ્લામાં વિદેશીદારૂની રેલમછેમ:ગરબાડા પોલિસે ફિલ્મીઢબે પીછો કરી ત્રણ ક્રુઝરો તેમજ એક પિકઅપમાંથી 16 લાખ ઉપરાંતના વિદેશીદારૂ તેમજ વાહનો મળી 38 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો:બુટલેગરો વાહનો મૂકી થયાં ફરાર

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા, વિપુલ જોષી :- ગરબાડા 

દાહોદ તા.૦૪

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામે આજરોજ પોલીસને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી ઉભા હતા તે સમયે બાતમીમાં દર્શાવેલ એક સાથે ચાર ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂ ભરી હેરાફેરી કરતાં પસાર થતાં પોલીસે ફિલ્મી ઢબે આ ચારેય ગાડીઓનો પીછો કરતાં ચાલકો દ્વારા સ્થળ પરજ ગાડીઓ

મુકી નાસી જતાં પોલીસે ચારેય ગાડીઓને કબજે લઈ તેની અંદરથી વિદેશી દારૂ, બીયર બોટલો નંગ. ૧૬,૯૬૮ જેની કુલ કિંમત રૂા.૧૬,૯૪,૪૦૦ તેમજ ચાર ગાડીઓ મળી કુલ રૂા.૩૮,૯૪,૪૦૦નો જંગી મુદ્દામાલ જપ્ત કરી વાહન ચાલકોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

આજરોજ ગરબાડા પોલીસને મળેલ બાતમી મળી હતી કે, ચાર વાહનોમાં વિદેશી દારૂનો જંગી ભરી પાંચવાડા, પાટાડુંગરી તરફ જનાર છે. દાહોદ જિલ્લાના મે.મદદનીશ પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલની સુચનાઓ માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસે આ બાતમીના આધારે પોલીસે વેસપલ્ટો કરી સીવીલ ડ્રેસમાં પાંચવાડા,પાટાડુંગરી તેમજ ટુંકીવજુ ગામ તરફ વોચ ગોઠવી ઉભા હતા. આ

દરમ્યાન ત્યાંથી ત્રણ ક્રુઝર ગાડી જેનો નંબર જી.જે.૨૦.વી.૧૮૨૨, બીજી ક્રુઝર ગાડીનો નંબર જીજે.૦૮,આર.૧૨૩૧, ત્રીજી ક્રુઝર ગાડીનો નંબર જીજે.૧૭.ટી.ટી.૭૮૫૨ તેમજ એક બોલેરો પીકઅપ ગાડી જેનો નંબર જી.જે.૨૦ એક્સ ૨૧૦૮ કુલ આ ચાર વાહનો ટુંકીવજુ ગામેથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ફિલ્મી ઢબે તેઓનો પીછો કરતાં પોલીસ પીછો કરી હોવાનું ચાલકોને માલુમ પડતાં તેઓએ પોતાના કબજાની ગાડી ભગાવી હતી પરંતુ પોલીસે પણ હાર ન માની તેઓનો સતત પીછો કરતાં રહ્યા હતા અને આ જાેઈ પોલીસ પકડી લેશે તેવા ભય સાથે ચારેય ગાડીઓના ચાલકોએ પોતાના કબજાના વાહના ેસ્થળ પરજ મુકી નાસી ગયા હતા. પોલીસે ચારેય ગાડીઓ પાસે જઈ અંદર તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ જંગી જથ્થામાં મળી આવતાં પોલીસના પણ હોશ ઉડી ગયા હતા અને પેટીઓમાં રહેલ બોટલોની ગણતરી કરતાં કુલ બોટલો નંગ.૧૬,૯૬૮ કિંમત રૂા.૧૬,૯૪,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે ચારેય ગાડીઓ મળી કુલ રૂા.૩૮,૯૪,૪૦૦નો મુદ્દામાલ પોલીસ જપ્ત કર્યો હતો.

———-

Share This Article