Thursday, 21/11/2024
Dark Mode

લીમખેડા તાલુકાના ટીમ્બા ગામના યુવકને વિશ્વાસમાં લઇ ગાંધીનગરના ગઠિયાએ 17 લાખ રૂપિયા પડાવ્યા:પૈસાની માંગણી કરતા યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

લીમખેડા તાલુકાના ટીમ્બા ગામના યુવકને વિશ્વાસમાં લઇ ગાંધીનગરના ગઠિયાએ 17 લાખ રૂપિયા પડાવ્યા:પૈસાની માંગણી કરતા યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

  નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૩૧

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ટીમ્બા ગામે એક ગાંધીનગરના ઈસમે દેવગઢ બારીઆના એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ રૂા.૧૭ લાખ પડાવી લીધા હતા. બાદમાં આ પૈસાની માંગણી કરતાં ગાંધીનગરના ઈસમ દ્વારા જાતિઅપમાનિત કરી બેફામ ગાળો બોલી, પૈસાન નહીં આપવાનું કહી, મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે દેવગઢ બારીઆના વ્યક્તિ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

દેવગઢ બારીઆ નગરમાં રાધે ગોવિંદ મંદિરની પાછળ રહેતા દેવાભાઈ માનાભાઈ વણકરની ગાંધીનગર સ્થિત રહેતા જીગરભાઈ ભગુભાઈ ચૌધરી સાથે થોડા સમય અગાઉ મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ જીગરે દેવાભાઈ સાથે ગાંઢ મિત્રતા બાંધી લીધી હતી અને દેવાભાઈ પાસેથી રૂા.૧૭ લાખ વિશ્વાસમાં લઈ પડાવી લીધા હતા. આ બાદ જીગર ગાંધીનગર ખાતે રવાના થઈ ગયો હતો. લાંબો સમય વિત્યા બાદ દેવાભાઈએ આપેલ પૈસા પરત નહીં મળતા તેઓએ જીગરભાઈનો સંપર્ક સાંધ્યો હતો અને આપેલ પૈસાની માંગણી અવાર નવાર કરતાં હતા પરંતુ જીગર પૈસા આપવાનું નામ લેતો ન હતો. આખરે ૧૭ લાખ પૈકી ૮૯,૦૦૦ ચુકવ્યા હતા. આ દરમ્યાન બાકીના પૈસા પરત કરવાની માંગણી સાથે ગત તા.૨૮મી ઓક્ટોબરના રોજ દેવાભાઈએ જીગરભાઈ સાથે વાત કરતાં જીગર એકદમ ઉશ્કેરાયો હતો અને જાતિ અપમાનિત શબ્દો બોલી, બેફામ ગાળો બોલતો હતો દેવાભાઈને કહેવા લાગેલ કે, તને અને તારી પત્નિને મારી મોટી ગાડી નીચે ચઢાવી મારી નાંખીશ, મારી ખુબજ મોટી પહોંચ છે અને મારી પાસે ઘણા માણસો છે, તેમ કહી ભારે અપમાનિત કરતાં આ સંબંધે દેવાભાઈ માનાભાઈ વણકરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!