દાહોદ રેલવે સ્ટેશને આરપીએફ જવાનની સજાગતાના લીધે એક મુસાફરનો આબાદ બચાવ:સુપરફાસ્ટ ટ્રેનમાંથી ઉતરતી વેળાએ બન્યો બનાવ,સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

Editor Dahod Live
1 Min Read

  રાજેન્દ્ર શર્મા દાહોદ :- લાઈવ ડેસ્ક….

દાહોદ તા.11

દાહોદ રેલવે સ્ટેશને ગતરોજ સાંજના સમયે સુપરફાસ્ટ ટ્રેનમાંથી ઉતરતી વેળાએ એક મુસાફર બેલેન્સ ગુમાવી બેસતા પ્લેટફોર્મ અને ટ્રેનના ગાળા વચ્ચે પડી ગયો હતો. તે સમયે પ્લેટફોર્મ પર ફરજ પર તૈનાત આરપીએફ જવાનની સજાગતાના કારણે એક મુસાફરની જીવ બચી જવા પામ્યો હતો.જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.

 દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરાનો દ્રશ્ય 

મળતી માહિતી અનુસાર ગત તારીખ 10.11.2020 ના રોજ વાગ્યાંના સુમારે 012925 બાંદ્રા થી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસ કોવીડ સ્પેશલ ટ્રેન સાંજના આઠ વાગ્યાના સુમારે દાહોદ રેલવે સ્ટેશન પર આવી ને ઉભી હતી. તે સમયે સ્લીપર કોચમાંથી ઉતરતી વેળાએ એક મુસાફર પોતાનું બેલેન્સ ગુમાવતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી ગયો હતો.અને ટ્રેન ચાલવા લાગી હતી. તે સમયે રેલ્વે પ્લેટફોર્મ પર ફરજ તૈનાત  આરપીએફ જવાન બાબુભાઈ રાઠોડ આ મુસાફર માટે દેવદૂત બનીને આવ્યા

હતા.આરપીએફ જવાને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ચપળતા પૂર્વક આ મુસાફરને બહાર ખેંચી લેતા મુસાફરોનો જીવ બચી જવા પામ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. આ સમગ્ર ઘટના બાદ આરપીએફ સ્ટાફ સહિત ઉપસ્થિત મુસાફરોએ આરપીએફ જવાનની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી.

Share This Article