જીગ્નેશ બારીયા/નીલ ડોડીયાર :- દાહોદ
દાહોદ તા.25
દાહોદ શહેર પોલીસ મથક ખાતે આજે દશેરાના પાવન અવસરે એસ.પી હિતેશ જોયસરની અધ્યક્ષતામાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
પોલીસ હેડકવાર્ટરમાં શસ્ત્ર પૂજા કરતાં જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર
દર વર્ષની જેમ આ વખતે પણ દશેરા ના પાવન પર્વ ને અનુલક્ષીને દાહોદ જિલ્લા એસપી હિતેશ જોયસર ના હસ્તે દાહોદ શહેર પોલીસ પટાંગણ ખાતે વિધિવત તેમજ શાસ્ત્રો અનુસાર શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં શહેરના તમામ પોલીસ મિત્રો સહિત સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આજે દશેરો તેમજ નોમ ભેગી હોય દાહોદ શહેરમાં ઘરે-ઘરે નોમની પૂજા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.બીજી તરફ સ્વાદ પ્રિય જનતા એવી દાહોદ શહેર વાસીઓએ આજે દશેરા પર્વ નિમિત્તે જલેબી જલેબી ફાફડાની મિજબાની પણ માણી હતી અને ધામધૂમપૂર્વક દશેરાની ઉજવણી કરી હતી.
રણધીકપુર પોલીસ મથકમાં પીએસઆઇ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું
કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.સિંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ ડી.જે પ્રજાપતિ તથા પોલીસ સ્ટાફ દ્વારા દશેરાના દિવસે પોલીસ સ્ટેશનના શસ્ત્રોનું શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.તથા આ પરંપરા વર્ષોથી ચાલતી આવતી હોવા થી તે દશેરાના દિવસે શસ્ત્રો નું પૂજન કરાય છે.
ફતેપુરા પોલીસ મથકમાં પીએસઆઇ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા પોલીસ સ્ટેશન માં વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજા તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 108 વાહન તેમજ એમ્બ્યુલન્સની વાહનની પૂજા કરવામાં આવી હતી.
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ તાલુકા પોલીસ મથકમાં તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિજય દશમી નિમિત્તે પૂજા કરવામાં આવી હતી ફતેપુરા પોલીસ સ્ટેશનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજય દશમી નિમિત્તે શાસ્ત્રની પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ નગરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સરકારી એમ્બ્યુલન્સ વાહન તેમજ 108 વાહનની વિજય દશમી નિમિત્તે પુજા-અર્ચના કરવામાં આવી હતી આ પ્રસંગે ફતેપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર રાઠવા તેમજ ડ્રાઇવર ભુડાભાઈ એમ્બ્યુલન્સ વાહનની તેમજ 108 વાહનના ડ્રાઈવર બાબુભાઈ તડવીએ ફુલ હાર કરીને પૂજા અર્ચના કરેલ હતી.
દે.બારીયાના રાજવી પરિવારના રાજમહેલમાં શસ્ત્ર પૂજન શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ કરવામાં આવ્યું
મઝહરઅલી મકરાણી :- દે.બારીયા
દે.બારિયા નગર કે ભૂતકાળમાં બારીયા સ્ટેટ તરીકે ઓળખાતું હતું. વંશ પરંપરા મુજબ વિજ્યાદશમી પર્વ નિમિત્તે દાહોદ જિલ્લાના દેવગઢબારિયા રાજવી પરિવારના નિવાસસ્થાન એવા રાજમહેલ ખાતે શસ્ત્ર પૂજન શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ કરવામાં આવ્યું હતું. જેમાં નગરના રાજવી પરિવારના સભ્ય અને દેવગઢબારીયા પૂર્વ ધારાસભ્ય શ્રીમંત મહારાજા તુષારસિંહજી (બાબા સાહેબ) તેમજ મહારાણી અંબિકાદેવીજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં રાજવી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
લીમડીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજા નું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.
સૌરભ ગેલોત :- લીમડી
ઝાલોદ તાલુકાના લીમડી પંથકમાં વિજયાદશમીના અવસર પર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજા નો કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાસ્ત્રો શાસ્ત્ર આ વિધિ વિધાન મુજબ શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.
ઝાલોદ પંથકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા વિજયાદશમીના પર્વ નિમિત્તે સામૂહિક શસ્ત્ર પૂજા સામૂહિક શસ્ત્ર પૂજા નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આરએસએસ શાખા ના કાર્યકર્તાઓ દ્વારા વિધિ વિધાન મુજબ શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી.