Thursday, 21/11/2024
Dark Mode

સુખસર:બલૈયા ખાતે બરોડા-ગુજરાત ગ્રામીણ બેંકમાં છેલ્લા આઠ દિવસથી કનેકટીવીટી ખોરવાતા ખાતેદારો અટવાયા

સુખસર:બલૈયા ખાતે બરોડા-ગુજરાત ગ્રામીણ બેંકમાં છેલ્લા આઠ દિવસથી કનેકટીવીટી ખોરવાતા ખાતેદારો અટવાયા

 બાબુ સોલંકી :- સુખસર 

બલૈયા ખાતે બરોડા-ગુજરાત ગ્રામીણ બેંકમાં છેલ્લા આઠ દિવસથી કનેકટીવીટી ખોરવાતા બેંક ગ્રાહકો ત્રાહિમામ.

( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૩

ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે બરોડા-ગુજરાત ગ્રામીણ બેંક આવેલ છે.જેમાં આસપાસના ૨૫ જેટલા ગામડાઓના શ્રમિકો,ખેડૂતો તથા નોકરિયાતવર્ગના હજારો ખાતા આવેલા છે.જેમાં છેલ્લા આઠેક દિવસ થી કનેકટીવીટી ખોરવાતા બેંક ગ્રાહકો નાણાંની લેવડદેવડ માટે ત્રાહિમામ પોકારી રહ્યા છે.ત્યારે વારંવાર ખોરવાતી કનેક્ટિવિટીમા સુધારો લાવવા લાગતા-વળગતા તંત્ર દ્વારા ધ્યાન અપાય તેવી બેંક ગ્રાહકોની માંગ ઉઠવા પામેલ છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ખાતે આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં અવાર નવાર બેંક ગ્રાહકો સાથે મુશ્કેલી ઊભી થાય છે.જેથી બેંકમાં લેવડદેવડ કરતા શ્રમિકો,ખેડૂતો તથા નોકરિયાત અને વેપારી વર્ગને પોતાના ખાતામાં સેફ મનાતા નાણા ખાસ કામના સમયે કામ નહિ લગતા મુશ્કેલી ઊભી થાય છે. તેમજ હાલમાં ખેડૂતોને રવીસીઝનના પાકોની ખેતી માટે ખાતર,બિયારણ વિગેરે માટે નાણાંની જરૂરિયાત છે. અને તેવાજ સમયે છેલ્લા આઠ દિવસથી બેંકમાં કનેકટીવીટી ખોરવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયેલા હોવાનું જાણવા મળે છે.તેમજ કનેક્ટિવિટી ચાલુ થશે તે ઇરાદાથી દરરોજ નિયમિત બેંક ગ્રાહકો બેંકની આગળ આવી ધામા લગાવી બેસી જાય છે. તેમ છતાં કનેક્ટિવિટી ચાલુ નહિ થતા સમય બરબાદ કરી નાણા વિના વિલા મોઢે પોતાને ઘરે પરત જતા હોય છે. જ્યારે શ્રમિક લોકોને નાણા વિના ઘર ચલાવવું પણ મુશ્કેલ હોય છે.જ્યારે નોકરિયાત વર્ગને નાણાંની જરૂરિયાતના સમયે અને વેપારી લોકોને પોતાના વેપાર-ધંધા માટે નાણા વિના વેપાર ધંધો કરવા માટે મુશ્કેલી પડી રહી છે. ત્યારે બલૈયા ખાતે આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક માં વારંવાર ખોટકાતી કનેક્ટિવિટીમાં વહેલી તકે સુધારો કરી બેંક ગ્રાહકોને પડતી મુશ્કેલી તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી બેંક ગ્રાહકોની માંગ ઉઠવા પામેલ છે.

error: Content is protected !!