Friday, 22/11/2024
Dark Mode

સુખસરનું આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સગર્ભા મહિલાઓ માટે આશીર્વાદરૂપ નીવડ્યું:300 દિવસમાં એક હજાર પ્રસુતિ કરાઈ,ઊંધા પગ અને માથાની સ્થિતિમાં પણ સ્વસ્થ પ્રસૂતિ કરાઈ

સુખસરનું આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સગર્ભા મહિલાઓ માટે આશીર્વાદરૂપ નીવડ્યું:300 દિવસમાં એક હજાર પ્રસુતિ કરાઈ,ઊંધા પગ અને માથાની સ્થિતિમાં પણ સ્વસ્થ પ્રસૂતિ કરાઈ

 હિતેશ કલાલ :- સુખસર 

આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 300 દિવસમાં 1000 પ્રસુતિ કરાઈ,ઊંધા પગ અને માથા ની સ્થિતિમાં પણ સ્વસ્થ પ્રસૂતિ કરાઈ,સ્ટાફની આગવી સૂઝબૂઝ અને ચપળતાને લઇ અન્ય વિસ્તારમાંથી પણ આવતા દદીૅઓ.

 સુખસર.તા.21

ફતેપુરા તાલુકાના આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પ્રસુતિ માટે શ્રેષ્ઠ સારવાર કરવામાં આવતી હોવાની માહિતી મળી છે પ્રસંશનીય કામગીરી ને લઇને અન્ય વિસ્તારમાંથી પણ મહિલાઓ પ્રસૂતિ કરાવવા માટે આ કેન્દ્રમાં આવે છે છેલ્લા ૩૦૦ દિવસમાં એક હજાર જેટલી પ્રસુતિ આ કેન્દ્રમાં કરવામાં આવી હોવાની માહિતી મળી હતી તાલુકામાં આફવા આરોગ્ય કેન્દ્રમાં સૌથી વધુ કામગીરી હોવાનું જાણવા મળ્યું હતું. ફતેપુરા તાલુકામાં ૧૧ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્રણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે તમામ આરોગ્ય કેન્દ્રોમાં સરકારના નિયમોનુસાર પ્રસૂતિ કરાવવાની કામગીરી કરવામાં આવે છે અને તેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી સ્ટાફ અને સાધનસામગ્રી દવાઓની પણ ફાળવણી કરવામાં આવે છે જેમાં તાલુકામાં સૌથી વધુ પ્રસુતિ માટે આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અગ્રીમ સ્થાન ધરાવે છે. આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાલુકા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર અને સ્ટાફ ની સારી કામગીરી ના લીધે સ્થાનિક વિસ્તાર અન્ય વિસ્તાર તેમજ તાલુકા બહારના વિસ્તારને પણ મહિલાઓ સફળ પ્રસુતિ માટે આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવે છે. જાન્યુઆરી ૨૦૨૦ થી લઈ ૧૬ ઓક્ટોબર સુધીમાં એટલે કે ૩૦૦ જેટલા દિવસ માં ૧૦૦૦ જેટલી સફળ પ્રસુતિ કરવામાં આવી હતી સ્ટાફની પ્રસૂતિ પ્રત્યે આગવી સૂઝબૂઝ અને ચપળતાના કારણે અન્ય ગામોમાંથી પણ મહિલાઓ પ્રસુતિ માટે આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પસંદ કરે છે આ કામગીરી દરમિયાન ૧૭ દિવસમાં ૧૦૦ જેટલી પ્રસૂતિ કરવામાં આવી હોવાની પણ સફળતા મળી હતી. તેમજ ઊંધા પગ અને ઊંધા માથાવાળા બાળકો હોય તેમાં પણ  પ્રસૂતિ કરાવવાની સફળતા મળી હતી. વિનામૂલ્યે લાવવા અને લઇ જવાની સુવિધા તેમજ  વિના ખર્ચે પ્રસુતિ થતી હોવાથી ગરીબ અને મધ્યમ પ્રજા માટે આફવા આરોગ્ય કેન્દ્ર આશીર્વાદરૂપ સમાન હોવાનું જણાઈ રહ્યું છે.

error: Content is protected !!