Thursday, 21/11/2024
Dark Mode

નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિરેન પટેલને શ્રદ્ધાંજલી આપવા ઝાલોદ નગર સ્વેચ્છિક રીતે બંધ રહ્યું,આજે સોમવારે યોજાયેલી અંતિમ વિધિમાં નગરજનો ઉમટ્યા

નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિરેન પટેલને શ્રદ્ધાંજલી આપવા ઝાલોદ નગર સ્વેચ્છિક રીતે બંધ રહ્યું,આજે સોમવારે યોજાયેલી અંતિમ વિધિમાં નગરજનો ઉમટ્યા

 દાહોદ લાઈવ ડેસ્ક….

નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિરેન પટેલને શ્રદ્ધાંજલી આપવા ઝાલોદ નગર સ્વેચ્છિક રીતે બંધ રહ્યું,આજે સોમવારે યોજાયેલી અંતિમ વિધિમાં નગરજનો ઉમટ્યા

દાહોદ તા.28

ઝાલોદ નગર પાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ તથા સામાજિક અને રાજકીય અગ્રણી એવા હિરેન પટેલ નું શંકાસ્પદ મોત થયું હતું.જે અંગે પોલીસે હાલ અકસ્માત મોતનો ગુન્હો નોંધી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની ઝીણવટ ભરી તપાસમાં પંથક સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોતરાયા છે.

નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિરેન પટેલને શ્રદ્ધાંજલી આપવા ઝાલોદ નગર સ્વેચ્છિક રીતે બંધ રહ્યું,આજે સોમવારે યોજાયેલી અંતિમ વિધિમાં નગરજનો ઉમટ્યાત્યારે આજે સોમવારના રોજ હિરેન પટેલની અંતિમ ક્રિયા યોજાઈ હતી.જેમાં ઝાલોદ સહિત પંથકના લોકો ભારે સંખ્યામાં હાજર રહ્યા હતા. તો ઝાલોદ નગરજનોએ તેઓને શ્રદ્ધાંજલી આપવા આજ સોમવાર ના રોજ ધંધા રોજગાર સવેચ્છિક રીતે બંધ રાખી અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.તો આ અંગે ઝીણવટ ભરી તપાસ અંગે નો પણ શુર ઉઠ્યો હતો.તો શોશ્યલ મીડિયામાં પણ #justiceforhirenpatel એવું ચલાવવા માં આવ્યું હતું.જોકે અત્રે ઉલ્લેખનીય છે કે હિરેન પટેલના મૃત્યુ અંગે હાલ વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે.પરંતુ આ અંગે પી એમ રિપોર્ટ આવ્યેથી જ કઈક કહી શકાય તેમ છે. ત્યારે પોલીસ પણ પીએમ રિપોર્ટ અંગેની રાહ જોઈ રહી છે.અને રિપોર્ટ આવ્યે થી આ અંગે ચોક્કસ તારણ મેળવી શકે એમ છે.

error: Content is protected !!