સુખસર પંથકમાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ,સુખસરમાં કોરોના પોઝિટિવ દર્દીને લઇ જતી વેળા નાના છોકરાઓ પણ નજીક ફરતા આશ્ચર્ય,પોલીસ મથકની સામેના વિસ્તારમાં સર્વે કરનાર આરોગ્ય કર્મચારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાયું
સુખસર.તા.06
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં રવિવારે વધુ ચાર કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઇ હતી જેમાં કેટલાક સ્થળે નામ લખવાની ના પાડી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાયું હતું.દિનપ્રતિદિન સંક્રમણ વધારો નોંધાઈ રહ્યો છે.
રવિવારના રોજ ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં ફાલ્ગુનીબેન વિજય ભાઈ પંચાલ કટારિયા ગીરીશભાઈ જયંતીભાઈ પ્રજાપતિ મહેશભાઈ પુનમાભાઈ તમામ રહે સુખસર તેમજ વાલસીંગભાઈ કાળુભાઈ ચરપોટ રહે મોટાનટવા નો સમાવેશ થાય છે. 108 સ્ટાફ દ્વારા સુખસર ના ત્રણ કોરોના દર્દીને સારવાર અર્થે દાહોદ લઈ જવાયા હતા. કોરોના પોઝિટિવ દર્દીને લઇ જતી વેળા મોટી સંખ્યામાં નાના બાળકો પણ નજીક જોવા મળતા આશ્ચર્ય સર્જાયું હતું તેમજ પોલીસ મથકની સામેના વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરવા જતા લોકોએ નામ પણ લખવાની ના પાડી દીધી હતી અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાનું આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું હતું