સુખસર:સરકારી હોસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યા બાદ 90 વર્ષીય વૃદ્ધાનું મોત:તબિયત નાજુક પડતા સારવાર માટે હોસ્પિટલમાં લવાયા હતા

Editor Dahod Live
1 Min Read

 હિતેશ કલાલ :- સુખસર 

સુખસર સરકારી દવાખાનામાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યા બાદ ૯૦ વર્ષીય વૃદ્ધાનું મોત:હાલત નાજુક હોવાથી પુત્ર રિપોર્ટ કરાવવા આવ્યો હતો.રેપિડ ટેસ્ટ માં નેગેટિવ રિપોર્ટ આવ્યો.

 સુખસર તા.04

ફતેપુરા તાલુકાના સુખસરમાં મંદિર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાની હાલત નાજુક હોવાથી પુત્ર સરકારી દવાખાને કોરોના નો રિપોર્ટ કરાવવા લઇ ગયા હતા જ્યારે રિપોર્ટ બાદ દવાખાનામાં જ વૃદ્ધાનું મોત નીપજ્યું હતું રેપિડ ટેસ્ટ માં વૃદ્ધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિર વિસ્તારમાં રહેતા મહાલક્ષ્મી બેન પંચાલ ઉંમર ૯૦ ની સ્થિતિ નાજુક હોવાથી શુક્રવારના રોજ તેમના પુત્ર વૃદ્ધ માતાને લઈને સરકારી દવાખાને કોરોના રિપોર્ટ કરાવવા માટે ગયા હતા તેમજ પરિવારના અન્ય સભ્યો ફતેપુરા સરકારી દવાખાને ગયા હતા સુખસર દવાખાના ખાતે વૃદ્ધા અને પુત્ર નો રેપિડ કિટમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. માતા-પુત્ર બંનેનો નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. પરંતુ વૃદ્ધાનું સરકારી દવાખાનામાં જ મોત નીપજ્યું હતું જેને લઇને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

Share This Article