Saturday, 19/04/2025
Dark Mode

દાહોદ શહેરમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લેતા ખળભળાટ:પોલિસ તપાસમાં જોતરાઈ

દાહોદ શહેરમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લેતા ખળભળાટ:પોલિસ તપાસમાં જોતરાઈ

  રાજેન્દ્ર શર્મા,દાહોદ લાઈવ ડેસ્ક

દાહોદ તા.4

દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલ રહેણાંક સોસાયટીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરના પારખા કરી મોતને વહાલું કરી લેતાં શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.સામૂહિક આત્મહત્યા કરનાર વ્યક્તિઓમાં પતિ-પત્ની તેમજ ત્રણ પુત્રીનું સમાવેશ થયો છે.

દાહોદ શહેરમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લેતા ખળભળાટ:પોલિસ તપાસમાં જોતરાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર મમધ્યપ્રદેશના અલીરાજપુર આઝાદનગર ભાભરા તાલુકાના બરઝર ગામના મુળ રહેવાસી અને હાલ  દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલ સુજાઇબાગના રહેવાસી સૈફીભાઈ બરઝરવાલા તેમજ તેમની પત્ની થતાં ત્રણ પુત્રીઓ ગઈકાલે રાત્રે અગમ્ય કારણોસર ઝેરના પારખા કરી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ વાયુવેગે વરસમાં તેમજ શહેર-જિલ્લામાં પ્રસરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ આરંભી દીધી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે એક જ પરિવારના પાંચ પાંચ સભ્યોના સામૂહિક આત્મહત્યાથી વ્હોરા સમાજમાં ઘેરા શોકની લાગણી સાથે ચકચાર મચી જવા પામી છે. જોકે આ પરિવારે કયા કારણોસર પોતાની જીવનલીલા સંકેલી લીધી કે હાલ જાણી શકાયું નથી. ત્યારે પોલીસે આ મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજ પરિવારના અને સૈફીભાઈના ભાઈ અલીઅસગ઼ર બરઝરવાલાએ થોડા સમય પહેલા વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હતી.જ્યારે આ પરિવારે કયા કારણોસર સામુહિક આત્મહત્યા કરી છે. એ હાલ તપાસનો વિષય બની જવા પામેલ છે. ત્યારે પોલિસે મૃતકનો લાશનો કબ્જો મેળવી પીએમ અર્થે મોકલી આપવી આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!