Thursday, 21/11/2024
Dark Mode

કોરોના સંક્રમણની સાવચેતી અંગે જાહેરાતો કરવા ગ્રામ પંચાયતને હુકમ કરાયો:બલૈયા ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, સહયોગ આપતા ન હોવાની આરોગ્ય વિભાગ દ્વારા રજૂઆતો કરાઈ

કોરોના સંક્રમણની સાવચેતી અંગે જાહેરાતો કરવા ગ્રામ પંચાયતને હુકમ કરાયો:બલૈયા ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, સહયોગ આપતા ન હોવાની આરોગ્ય વિભાગ દ્વારા રજૂઆતો કરાઈ

 હિતેશ કલાલ :- સુખસર 

કોરોના સંક્રમણ ની સાવચેતી ની જાહેરાતો કરવા ગ્રામ પંચાયતો ને હુકમ કરાયો:બલૈયા ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, સહયોગ આપતા ન હોવાની આરોગ્ય વિભાગ દ્વારા રજૂઆતો થઇ હતી.

 સુખસર તા.01

ફતેપુરા તાલુકામાં કેટલાક સ્થળે કોરોના સંક્રમણ અટકાવવા બાબતે ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો દ્વારા સહયોગ આપવામાં આવતો ન હોવાની આરોગ્ય વિભાગ દ્વારા રજૂઆત થઇ હતી જે સંદર્ભે બલૈયા ખાતે મંગળવારના રોજ સરપંચો સાથે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

        ફતેપુરા તાલુકાના ફતેપુરા નગર બલૈયા સુખસર સહિત અંતરિયાળ વિસ્તારના ગામોમાં પણ કોરોના પોઝિટિવ કેસોનો વધારો જોવા મળી રહ્યો છે તેમજ સંક્રમણ અટકાવવા બાબતે પણ ગ્રામજનો દ્વારા તકેદારી રાખવામાં આવતી ન હોવાનું જાણવા મળ્યું હતું કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં ગ્રામજનો અને ગ્રામ પંચાયતના વહીવટી તંત્ર દ્વારા પણ પૂરતો સહયોગ આપવામાં આવતો હોવાની આરોગ્ય વિભાગ દ્વારા રજૂઆત થઇ હતી જે સંદર્ભે પ્રાથમિક શાળા ખાતે મંગળવારના રોજ પ્રાંત અધિકારી એસ.ડી ચૌધરી ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં આસપાસના ગામોના સરપંચો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી સરપંચો અને તલાટી દ્વારા પોતાના ગામમાં કોરોના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે જાહેરાતો કરવામાં આવે તે બાબતની સૂચના આપવામાં આવી હતી તેમજ આરોગ્ય વિભાગને પૂરતો સહયોગ આપવામાં આવે એવા સૂચનો કરાયા હતા. બેઠકમાં ફતેપુરા મામલતદાર તાલુકા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!