જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તા.૦૧
દાહોદ શહેરની ભવાની હોટલ નજીક હરીવાટીકા નજીક ખુલ્લી જગ્યામાં દાહોદ શહેરના કેટલાક મોટામાથાના જુગાર રસીયાઓ જાહેરમાં પાના પત્તા વડે જુગાર રમતા હોવાની દાહોદ શહેર પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ ઓંચિતી રેડ પાડતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે આ રેડ દરમ્યાન ૬ વ્યક્તિઓને ઝડપી પાડી કુલ રૂા.૪૩,૯૯૦ ની રોકડ કબજે લીધી હતી.
વિશાલ અભયભાઈ જૈન (રહે.શીતલ સોસાયટી,મંડાવાવ રોડ,દાહોદ), પુરૂષોત્તમ ભગવાનદાસ મંગલાણી(રહે.ગોકુલ સોસાયટી, ચાકલીયા રોડ,દાહોદ), વિજયભાઈ જાનકીલાલ રાઠી (રહે.અગ્રવાલ સોસાયટી,દાહોદ), બ્રીજેશભાઈ જયંતીલાલ લાલપુરવાલા (રહે.જુના ઈન્દૌર હાઈવે રોડ,બચપન સ્કુલની પાછળ,દાહોદ), મનીષભાઈ દિલીપકુમાર કડકીયા (રહે.કામળીવાડ,દાહોદ) અને વિમલભાઈ જશવંતભાઈ પંચાલ (રહે.કામળીયાવાડ,દાહોદ) આ પાંચેય જણા ગત તા.૩૧મી ઓગષ્ટના રોજ દાહોદ શહેરની ભવાની હોટલ પાસે હરીવાટીકા નજીક ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી, રમાડતા હતા. આ અંગેની બાતમી દાહોદ શહેર પોલીસને મળતા તેઓએ આ સ્થળે ઓચિંતી રેડ પાડતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઉપરોક્ત જણાને ઝડપી પાડી સ્થળ પરથી રોકડા રૂા.૪૩,૯૯૦ તેમજ પાના – પત્તા વિગેરે મુદ્દામાલ જપ્ત કરી દાહોદ શહેર પોલીસે ઉપરોક્ત તમામ વિરૂધ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.