દાહોદમાં કોરોનાના વધુ 18 દર્દીઓનો વધારો નોંધાયો:એક્ટિવ કેસોનો આંક 185 પર પહોંચ્યો

Editor Dahod Live
2 Min Read

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ, તા.ર૯

દાહોદમાં આજે વધુ ૧૮ કોરોના પોઝીટીવ કેસો સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૧૩૬ ને પાર થવા માંડ્યો છે જેમાંથી આજે ૨૭ દર્દીઓને રજા અપાતા હવે એક્ટીવ કેસોની સંખ્યા ૧૮૫ સુધી પહોંચી છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિઓની સંખ્યા ૫૯ ઉપર પહોંચી છે. કોરોનાની અમુકવાર મંથરગતિ તો ઘણીવાર રફતારના આંકડાથી લોકોમાં હાલ પણ ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.

દાહોદ જિલ્લામાં આજે રેપીટ ટેસ્ટ મળી કુલ ૧૮ કોરોના દર્દીઓનો વધુ સમાવેશ થયો છે જેમાં (૧) ગોવિંદભાઈ કાનાભાઈ સલાટ (ઉવ.ર૪ રહે. જેસાવાડા ગરબાડા દાહોદ), (ર) નરેશભાઈ સોમજીભાઈ ડામોર (ઉવ.૩૬ રહે. ચાંદાવાડા દાહોદ), (૩) રાજેશભાઈ કાનાભાઈ સલાટ (ઉવ.ર૭ રહે. જેસાવાડા ગરબાડા દાહોદ), (૪) રાહુલભાઈ કાનાભાઈ સલાટ (ઉવ.ર૦ રહે. જેસાવાડા ગરબાડા દાહોદ), (પ) પ્રકાશભાઈ ઝુમકલાલ શ્રીગોડ (ઉવ.૩૬ રહે. જેસાવાડા ગરબાડા દાહોદ), (૬) ફોરમ મનોજભાઈ કોરટ (ઉવ.૧૪ રહે. ઉસરવાણ ગામતળ દાહોદ), (૭) શૈખ સગુફ્તા મોહમદસલામ (ઉવ.૧૯ રહે. હોટલ રાજકમલ ગોધરા રોડ દાહોદ), (૮) ઉર્મીલાબેન પ્રકાશભાઈ સોની (ઉવ.૬૦ રહે. બસ સ્ટેશન નજીક ઝાલોદ), (૯) કોળી મહેન્દ્રભાઈ નાથુલાલ (ઉવ.૪પ રહે. મારવાડીચાલ દાહોદ), (૧૦) નાપડે શ્રેયાબેન રોહીતભાઈ (ઉવ.૩૩ રહે. અગ્રવાલ સોસાયટી દાહોદ), (૧૧) માળી રોહીતભાઈ કાંતીલાલ (ઉવ.૩ર રહે. સોનીવાડ દાહોદ), (૧૨) પરમાર રમેશચંદ્ર પુનમચંદ્ર (ઉવ.૬૪ રહે. અમરદીપ સોસાયટી દાહોદ), (૧૩)પરમાર તૃપ્તીબેન વૈભવભાઈ (ઉવ.૩૦ રહે. અમરદીપ સોસાયટી દાહોદ), (૧૪) નાયક કમતાબેન ભારતભાઈ (ઉવ.પપ રહે. ચંદવાણા દાહોદ), (૧૫) કઠાલીયા તારાબેન અરૂણસીંહ (ઉવ.૩ર રહે. કતવારા ગામતળ દાહોદ), (૧૬) કઠાલીયા સનુબેન અમરસીંગ (ઉવ.૬પ રહે. કતવારા ગામતળ દાહોદ), (૧૭) રાવળ પુનમચંદ નર્મદશંકર (ઉવ.પ૭ રહે. જલારામ ભોજનાલય ઝાલોદ) અને (૧૮) જૈન સ્વેતાબેન સુસીલભાઈ (ઉવ.૩૦ રહે. શંકર સોસાયટી નગરપાલિકા ઝાલોદ) આમ, દાહોદ જિલ્લામાં ઉપરોક્ત કોરોના દર્દીઓના પોઝીટીવ રિપોર્ટને પગલે આરોગ્ય તંત્ર દ્વારા આ દર્દીઓના રહેણાંક વિસ્તારમાં સેનેટરાઈઝીંગની કામગીરીમાં જાેતરાયા છે.

Share This Article