Friday, 22/11/2024
Dark Mode

ફતેપુરામાં વધુ એક શિક્ષક કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ખળભળાટ:છેલ્લા ચાર દિવસમાં બે શિક્ષકને કોરોના પોઝિટિવ આવતા શિક્ષણ આલમમાં ફફડાટ ફેલાયો

ફતેપુરામાં વધુ એક શિક્ષક કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ખળભળાટ:છેલ્લા ચાર દિવસમાં બે શિક્ષકને કોરોના પોઝિટિવ આવતા શિક્ષણ આલમમાં ફફડાટ ફેલાયો

વિનોદ પ્રજાપતિ,ફતેપુરા 

ફતેપુરા તા.25

ફતેપુરા તાલુકા કુમાર શાળાના શિક્ષકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, છેલ્લા ચાર દિવસમાં બે શિક્ષકને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, ચાર દિવસ પહેલા સ્ટાફના જ એક શિક્ષક શૈલેષભાઈ પ્રજાપતિ ને પોઝિટિવ આવ્યો હતો

છેલ્લા કેટલાય સમયથી દાહોદ જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્ત્યો છે.ત્યારે ફતેપુરા તાલુકામાં ફતેપુરા નગરમાં એક પછી એક કોરોના પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યા છે. ત્યારે ફતેપુરા તાલુકા કુમાર શાળામાં ફરજ બજાવતા કમલેશભાઇ રણછોડભાઈ પ્રજાપતિનો રિપોર્ટ પોઝિટિવ આવતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ફતેપુરા તાલુકામાં કુમાર શાળામાં ફરજ બજાવતા પ્રજાપતિ શૈલેષકુમાર પ્રજાપતિનો રિપોર્ટ ચાર દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો.ત્યાર બાદ આજરોજ પ્રજાપતિ કમલેશકુમાર રણછોડભાઈ એ રેપિડ ટેસ્ટ કરાવતા કોરોનાનો રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ફતેપુરા તાલુકા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ઉલ્લેખનીય છે કે પ્રજાપતિ કમલેશભાઈ ચાર દિવસ અગાઉ પ્રજાપતિ શૈલેષભાઈના સંપર્કમાં આવ્યા હતા.અને તેઓ બંને શાળાની પ્રવૃત્તિમાં સાથે જ રહીને કાર્ય કર્યું હતું.હવે જોવાનું એ રહ્યું કે બાકીના સ્ટાફને કોરોના લક્ષણો જણાય છે કે પછી પોઝિટિવ આવે છે.તો કમલેશભાઈ અને શૈલેષભાઈ બંને શિક્ષકોએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ કોરોનટાઈન થઈ જવાની સલાહ પણ આપી છે.

error: Content is protected !!