દાહોદ શહેરમાં આજે પાલિકા તંત્ર દ્વારા વધુ બે દુકાનોને જાહેરનામાના ભંગ બદલે સીલ કરી દેવાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સ્ટેશન રોડ ખાતે આવેલ રતલામી સેવ ભંડાર તથા એક શીવ સોપારી આ બે દુકાનોને શીલ કરી દેવામાં આવી છે.
દાહોદ છેલ્લા છેલ્લા કેટલાક દિવસોથી પાલિકા તંત્રની ટીમે દાહોદ શહેર પોલીસને સાથે રાખી શહેરમાં જાહેરનામાના ભંગ બદલ, સોશીયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન ન કરતાં દુકાનદારો તથા વેપારીઓની દુકાનોને સીલ કરવાની કામગીરીથી અનેક ચર્ચાઓએ જાેર પકડ્યું છે ત્યારે આજરોજ વધુ બે વેપારીઓને દુકાનને સીલ કરાતાં પાલિકા તંત્ર દ્વારા સતત દંડનીય કાર્યવાહી કરતાં વેપારીઓમાં ફફડાટ પણ જાેવા મળી રહ્યો છે. આજે સ્ટેશન રોડ ખાતે આવેલ રતલામી સેવ ભંડાર અને શહેરની અજંતા ટોકીઝની બાજુમાં આવેલ શીપ સોપારી નામની દુકાનને કોવીડ – ૧૯ના જાહેરનામાના ભંગ બદલ સીલ કરી દેવામાં આવી છે.