Thursday, 21/11/2024
Dark Mode

દાહોદજિલ્લામાં 11 તેમજ બે પોર્ટલ પર મળી કુલ 13 કોરોનાના નવા કેસો સાથે કુલ આંક 255 પર પહોંચ્યો:વધુ 4 ને ડિસ્ચાર્જ કરાયાં:કોરોના સંક્રમિતના 129 એક્ટિવ કેસો હોસ્પિટલમાં….

દાહોદજિલ્લામાં 11 તેમજ બે પોર્ટલ પર મળી કુલ 13 કોરોનાના નવા કેસો સાથે કુલ આંક 255 પર પહોંચ્યો:વધુ 4 ને ડિસ્ચાર્જ કરાયાં:કોરોના સંક્રમિતના 129 એક્ટિવ કેસો હોસ્પિટલમાં….

  જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.20

દાહોદ જિલ્લામાં આજરોજ વધુ 11+2=13 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આરોગ્ય વિભાગે ગઈકાલે 162 લોકોના સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા જે પૈકી 150 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે 11કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાવા પામ્યા હતા.જ્યારે પોર્ટલ પર ૨ ઈસમ નુ નામ અપગ્રેડ કરતા દાહોદ ના કુલ ૧૩ કેસ નોંધાતા જીલ્લા માં ખળભળાટ મચી ગયો છે. જયારે એકનું સેમ્પલ રિપીટ કરવામાં આવ્યું હતું.દાહોદ જિલ્લામાં આજરોજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓમાં ૭ દર્દીઓ દાહોદ શહેરમાં, ત્રણ દર્દીઓ લીમખેડા તેમજ 2 દર્દીઓ દે.બારીયાના 1ગરબાડા મળી કુલ 135 એક્ટિવ કેસો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા તો આજે વધુ 4 લોકોને રજા અપાતાં કુલ 129 દાહોદ તથા 2વડોદરા ખાતે સારવાર લઈ રહેલા છે

દાહોદ જિલ્લામાં સતત 22 દિવસથી કોરોનાનો કહેર વધવા પામ્યો છે.વધી રહેલા કોરોનાના કેસોના પગલે દિન જિલ્લામાં હાલત બદ થી બદતર થઇ રહ્યા છે.તેમાંય દાહોદ શહેરના દરેક વિસ્તારમાં કોરોનાએ પગ પેસારો કરતા શહેરના દરેક વિસ્તારમાંથી દરરોજ કોરોનાગ્રસ્ત કેસો સામે આવી રહ્યા છે.જે ખરેખર ચિંતાનો વિષય બની જવા પામેલ છે.દાહોદ શહેર સહીત જિલ્લામાં વધી રહેલા કોરોના ના સંક્રમણના પગલે નગરપાલિકા તેમજ ગ્રામપંચાયત દ્વારા આજથી આગામી દસ દિવસ માટે જનતા કર્ફ્યુ સહીત લોકડાઉનની જાહેરાત પણ કરાઈ છે.આરોગ્ય વિભાગે ગઈકાલે 162 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી તપાસ અર્થે મોકલ્યા હતા તે પૈકી 150 લોકોના રિપોર્ટ પેન્ટિંગ આવવા પામ્યા હતા. જ્યારે (1) 45 વર્ષીય ચારૂલતાબેન સુરેશભાઈ બારીયા આદિવાસી સોસાયટી,(2)62 વર્ષીય મંગળસિંગ તીતાભાઈ બારીયા નવા ફળિયા દેસાઇવાડ, (3)17 વર્ષીય હરિજન મહેશ એમ,(4)30 વર્ષીય હરિજન નર્મદા એમ રહે.ધિરજપુરા ફળિયું કંજેટા, (5)35 વર્ષીય ભરવાડ દિનેશ ભાઈ કાળુભાઈ, શ્રીરામ હોટેલ પાલ્લી, લીમખેડા, (6)40 વર્ષીય ભરવાડ અમરભાઈ શ્રીરામ હોટેલ પાલ્લી,લીમખેડા, (7)35 વર્ષીય પ્રજાપતી મુકેશ મોંગીલાલ રહે.નીચવાસ ફળિયું, સીંગવડ, (8)60 વર્ષીય રેમીયાભાઈ સોડીયાભાઈ સંગાડા રળીયાતી દાહોદ, (9)41 વર્ષીય ગુંજન મહેન્દ્ર શાહ, ગોધરારોડ,(10)59 વર્ષીય ચંદ્રકાંત કાંતિલાલ દરજી,દાહોદ, (11)સાકીનાબેન ફિરોજભાઈ મુલ્લામીઠાવાળા, સુજાઇબાગ ગોધરારોડ સહીત ૧૧ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે તો શહેરના નામાંકીત તબીબ ડો શીતલ શાહ અને પુંજાભાઈ પરમાર નગરાળા ના નામ પોર્ટલ પર નોંધાવા પામ્યા છે એક સેમ્પલ રીપીટ કરાયા હોવાનું જાણવા મળે છે. દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી કોરોનટાઇન તેમજ હોમ કોરોનટાઇન મળી કુલ 9775 લોકોના સેમ્પલ કલેક્ટ કરી તપાસઅર્થે મોકલ્યા હતા જે પૈકી 9264 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 255 લોકો કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાવા પામ્યા છે.તેમજ 20 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના મોત નિપજવા પામ્યા છે. જ્યારે 99 લોકો કોરોના ને માત આપી સાજા થઇ જતા હાલ કુલ 129 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે 259 લોકોના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના ટ્રાવેલ હિસ્ટ્રીને ટ્રેસીંગ કરી તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ આદરી કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ કોરોના સંક્રમિત આવેલા લોકોના આસપાસના વિસ્તારમાં સેનેટાઈઝર તેમજ દવાના છંટકાવની કામગીરી પણ શરૂ કરવામાં આવેલ છે.

error: Content is protected !!