કોરોના મહામારી વચ્ચે આજથી દશામાં વ્રત અને આવતી કાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થનાર છે. ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવા માટે આસ્થાળુઓ આતુર બની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી ચુક્યા છે. દાહોદ જિલ્લાવાસીઓને વહીવટી તંત્ર દ્વારા પણ કોરોના સંક્રમણ અટકાવવા જરૂરી તકેદારી રાખવા જાહેર જનતાને અપીલ પણ કરવામાં આવી છે.
આજથી દશામાં વ્રતનો શુભારંભ થતો હોવાથી રવિવારે અને આજે સોમવારે શ્રધ્ધાળુઓ દશામાંની પ્રતિમા અને પુજાપાની ખરીદી કરી હતી. કોરોના મહામારી વચ્ચે આસ્થાભેર દશામાંતાનું વ્રત કરવા સૌ જરૂરી તદેકારી રાખતા જાેવા મળ્યા હતા. બીજી તરફ મંગળવારથી પવિત્ર શ્રાવણ માસનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે. મંદિરમાં દર્શન માટે ભીડ ન એકઠી થાય, માસ્ક અને સેનેટરાઈઝર અને સોશીયલ ડિસ્ટન્સનું એ બાબત ઉપર દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા ખાસ ભાર પણ મુકવામાં આવ્યો છે.