Thursday, 21/11/2024
Dark Mode

દાહોદજિલ્લામાં સાગમટે 6 કેસ બાદ વધુ એક પોઝીટીવ કેસ પોર્ટલ પર નોંધાતા ચકચાર

દાહોદજિલ્લામાં સાગમટે 6 કેસ બાદ વધુ એક પોઝીટીવ કેસ પોર્ટલ પર નોંધાતા ચકચાર

     જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.07

દાહોદ જિલ્લામાં આજરોજ સાગમટે કોરોના પોઝીટીવના 6 કેસો નોંધાયા બાદ મોડી સાંજે વધુ એક કોરોના પોઝીટીવનો કેસ દાહોદના પોર્ટલ પર નોંધાતા ચકચાર મચી જવા પામી છે.મોડી સાંજે કોરોના પોઝીટીવ આવેલા શિક્ષક દર્દી સહીત દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંક 80 પર પહોંચવા પામ્યો છે. જોકે શિક્ષક મિત્રના સંપર્ક આવેલા દર્દી હાલ વડોદરા ખાતે સારવાર લઇ રહ્યા હોવાની માહિતી સપાટી પર આવી છે.

વધુમાં મળતી માહિતી અનુસાર ગત તારીખ 06.07.2020 ના રોજ પોઝીટીવ આવેલા સમીર દેવડાની સાથે ગરબાડા હાઈસ્કૂલમાં નોકરી કરતા ગોવિંદનગર સમન્વય એપાર્ટમેન્ટ ખાતેના રહેવાસી જશુભાઈ પટેલ સારવાર અર્થે વડોદરા ખાતે ગયા હતા. જ્યાં તેઓ સંક્રમિત થયાં હોવાનું બહાર આવતા તેઓ હાલ ટ્રીકોલર હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે. જ્યારે આજરોજ કોરોના સંક્રમિત આવેલા જશુભાઈ કોરોના પોઝીટીવ આવેલા સમીર દેવડાના સંપર્કમાં આવી સંક્રમિત થયા હોવાનું અનુમાન થઇ રહ્યું છે.

error: Content is protected !!