Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:ખોરાક અને ઔષઘી નિયમન તંત્ર દ્વારા દાહોદના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દૂધની ડેરી તેમજ ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ કલેક્ટ કરી સ્થળ પર ચકાસણી કરતા તમામ સેમ્પલો ચકાસણીમાં ખરા ઉતર્યા

દાહોદ:ખોરાક અને ઔષઘી નિયમન તંત્ર દ્વારા દાહોદના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દૂધની ડેરી તેમજ ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ કલેક્ટ કરી સ્થળ પર ચકાસણી કરતા તમામ સેમ્પલો ચકાસણીમાં ખરા ઉતર્યા
જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૬

દાહોદમાં આજે એફ.ડી.સી.એ.,ગાંધીનગરની ટીમ આજે દાહોદ શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો સહિત દાહોદ જિલ્લાના બીજા તાલુકાઓમાં ધામા નાંખ્યા હતા અને ડેરીઓના દુધના નમુનાઓ તથા ફરસાણની દુકાનનો તેલના નમુનાઓ લીધા હતા. આ ટીમ સાથે દાહોદના ફુડ સેફ્ટી ઓફિસર વિગેરે પણ જોડાયા હતા.

આ ટીમે આજે દાહોદમાં આવેલ ખરેડી મુકામે સીત કેન્દ્ર ખરેડીથી ૭૨ દુધના સેમ્પલ લીધા હતા. આ બાદ તેઓ લીમડી મુકામે ગયા હતા અને ત્યાથી પણ દુધના ૯૬, ધાનપુરથી ૧૨૦ અને દાહોદ,લીમડી અને ઝાલોદ વિગેરે પરથી ૧૦ દુધના સેમ્પલો ઓન ધી સ્પોટ ચેક કર્યા હતા. આ બધા સેમ્પલો લઇ ચકાસણી કરાઈ હતી  આ સિવાય લીમડી, લીમખેડા, ધાનપુર અને દાહોદમાં કુલ ૩૬ ફરસાણની દુકાનો પર ટીપીસી(ટેલ)ની ચકાસણી કરવામાં આવી હતી જે તેલના નમુનાઓ પણ નિયમોનુસાર મળી આવ્યા હતા. આમ, આજે એફ.ડી.સી.એ., ગાંધીનગરની ટીમ સાથે દાહોદની ટીમ જી.સી.તાવીયાડ, ફુડ સેફ્ટી ઓફિસર વિગેરે પણ તપાસમાં જોડાયા હતા.

error: Content is protected !!