Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં ગઈકાલે કોરોના પોઝીટીવ આવેલા બન્ને દર્દીઓના સંપર્કમાં આવેલા બેંક મેનેજર સહીત કુલ 329 લોકોને આરોગ્ય વિભાગ દ્વારા કોરોનટાઇન કરાયાં

દાહોદમાં ગઈકાલે કોરોના પોઝીટીવ આવેલા બન્ને દર્દીઓના સંપર્કમાં આવેલા બેંક મેનેજર સહીત કુલ 329 લોકોને આરોગ્ય વિભાગ દ્વારા કોરોનટાઇન કરાયાં

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૬

દાહોદ આરોગ્ય તંત્ર પાસે આજે ૮૦ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ આવ્યા હતા.અને સદ્‌નસીબે આજે આ રિપોર્ટો પૈકી એકપણ રિપોર્ટ પોઝીટીવ ન આવતા આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ગઈકાલનો જે ગોદી રોડના દર્દીનો પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો તે વ્યક્તિઓના નજીકનો જ સંબંધી દાહોદની દેનાબેંકમાં ફરજ બજાવતા બેંક મેનેજરને સાવચેતીના ભાગરૂપે તેમજ  કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તેની તકેદારીને ધ્યાને લઈ આજે શહેરની આ બેંકને બંધ રાખવામાં આવી હતી.અને તેના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન પણ કરવામાં આવ્યા હતા. ગઈકાલે જે બૈ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.જેમાં એક ધીરજભાઈ પટેલ અને બીજા કુંદન મહતો આ બંન્નેના સંપર્કમાં આવેલા કુલ ૩૨૯ લોકોને આરોગ્ય તંત્ર દ્વારા ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે જેમાં ધીરજભાઈના સંપર્કમાં ૨૪૦ અને કુંદનભાઈના સંપર્કમાં ૮૯ લોકો આવ્યા હતા.

ગઈકાલે દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય યુવક કુંદન રતનકુમારનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો ત્યારે આ કુંદનના નજીકના સંબંધી દાહોદ શહેરમાં આવેલ દેના બેંકમાં ફરજ બજાવે છે અને આ યુવકના સંપર્કમાં આવેલ તેના સંબંધીને પણ ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા.
સાથે જ આરોગ્યને તંત્રને મળેલ માહિતી પ્રમાણે આ સંબંધી શહેરની દેના બેંકમાં ફરજ બજાવી રહ્યા હોવાની હકીકત સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા આજે આ બેંક ખાતે સેનેટરાઈઝરીંગ સહિતની કામગીરીમાં જોતરાઈ ગયું હતુ.અને આજે આ બેંકને બંધ રાખવામાં આવી હતી.

વધુમાં આજે દાહોદમાં ૮૦ લોકોના રિપોર્ટો આવ્યા હતા અને જેમાંથી એક પણ પોઝીટીવ રિપોર્ટ સામે ન આવતાં આરોગ્ય તંત્રએ આજે હાશકારો અનુભવ્યો હતો.

error: Content is protected !!