Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:સતત ત્રીજા દિવસે કોરોના પોઝીટીવનો કેસ નોંધાયો:કોરોના સંક્રમિતના 4 એક્ટિવ કેસો હોસ્પિટલમાં….

દાહોદ:સતત ત્રીજા દિવસે કોરોના પોઝીટીવનો કેસ નોંધાયો:કોરોના સંક્રમિતના 4 એક્ટિવ કેસો હોસ્પિટલમાં….

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.19

દાહોદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સહીત વહીવટી તંત્ર કોન્ટેક્ટ ટ્રેસીંગ સહિતની કામગીરીમાં જોતરાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 89 સેમ્પલો ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા તે પૈકી 88 ના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા છે. જ્યારે દે.બારીયાના રણછોડજી મંદિરના પૂજારી કોરોના પોઝીટીવ આવવા પામ્યો છે.

વધુમાં મળતી માહિતી અનુસાર દે.બારીયા રણછોડરાય મંદિરના વહીવટ કર્તા અને પૂજારી તરીકે ઓળખાતા સત્યવાનસીંગ બી ગતરોજ નડિયાદ ખાતેથી દે. બારીયા આવ્યા હતા.અને આરોગ્ય વિભાગ દ્વારા તેમના સેમ્પલને ચકાસણી અર્થે મોકલતા પોઝીટીવ આવ્યો હતો.જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા તેમની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇનમાં મુકવાની કવાયત હાથ ધરાઈ છે. દાહોદમાં અત્યાર સુધીમાં કુલ 47 કેસો નોંધવા પામ્યા છે જે પૈકી 43 લોકો કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા મળી જતા હવે ફક્ત 4 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

error: Content is protected !!