Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:સતત બીજા દિવસે કોરોના પોઝીટીવનો કેસ સામે આવતા ચકચાર:કોરોના સંક્રમિતનો આંકડો 4 પર પહોંચ્યો

દાહોદ:સતત બીજા દિવસે કોરોના પોઝીટીવનો કેસ સામે આવતા ચકચાર:કોરોના સંક્રમિતનો આંકડો 4 પર પહોંચ્યો

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૮

આજરોજ દાહોદમાં ૯૯ કોરોનાના સેમ્પલોના રિપોર્ટ આવ્યા હતા જેમાંથી એક દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું સત્તાવાર મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે.આ દર્દી લીમખેડા તાલુકાના પીપરી ગામનો હોવાનુ અને ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતો હોવાનું બહાર આવ્યું છે.

નીલેશભાઈ ઈશ્વરભાઈ પરમાર (ઉ.વ.૩૩, રહે.લીમખેડા,પીપરી) નો આજરોજ ૯૯ કોરોના રિપોર્ટ પૈકી આ દર્દીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ દર્દી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતો હોવાનુ પણ બહાર આવ્યું છે અને તેના સંપર્કમાં આવેલ બીજા વ્યક્તિઓનું  પણ આરોગ્ય તંત્ર દ્વારા ટ્રેસીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. દાહોદમાં અત્યાર સુધીમાં કુલ ૪૬ કેસો નોંધાવા પામ્યા છે જેમાંથી ૪૨ લોકોએ કોરોનાને માત આપી છે અને હવે હાલ એક્ટીવ કેસ 4 રહેવા પામી છે.

error: Content is protected !!