Thursday, 21/11/2024
Dark Mode

દે. બારીયામાં લાખો રૂપિયાના ખર્ચે લગાવેલા “વોટર એટીએમ” ભરઉનાળે બંધ રહેતા પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારતા નગરજનો:વહીવટી તંત્ર દ્વારા સત્વરે એટીએમ ચાલુ કરવા લોકહિતમાં અનિવાર્ય

દે. બારીયામાં લાખો રૂપિયાના ખર્ચે લગાવેલા “વોટર એટીએમ” ભરઉનાળે બંધ રહેતા પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારતા નગરજનો:વહીવટી તંત્ર દ્વારા સત્વરે એટીએમ ચાલુ કરવા લોકહિતમાં અનિવાર્ય

મઝહર અલી મકરાણી @ દાહોદ 

દેવગઢબારિયા નગરમાં પાલિકા દ્વારા લાખ્ખો રૂપિયાના ખર્ચે મુકવામાં આવેલ પાણીના એ.ટી.એમ ભરઉનાળે બંધ હાલતમાં જોવાતા પીવાના પાણી માટે વલખા મારતા નગરજનો,બંધ પડેલા વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન લોકોને પડતી અગવડતા વહીવટી તંત્ર આ બંધ પડેલા વોટર એ.ટી.એમ તાત્કાલિક અસરથી શરૂ કરાવવાની લોકોની લાગણી તેમજ માંગણી

દે.બારીયા તા.03

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરપાલિકા તંત્ર દ્વારા નગરમાં અલગ-અલગ વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે  ઠંડા પાણીના એ.ટી.એમ મૂકવામાં આવ્યા છે.આ વોટર એટીએમ છેલ્લા કેટલાય સમયથી બંધ હોવાથી ભર ઉનાળે પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારવા મજબુર બન્યા છે. શોભાના ગાંઠિયા સમાન જોવાતા આ એટીએમના પાણીની પાઇપો પણ નીકળી ગઈ છે.તેમજ એટીએમની આસપાસ ગંદકી પણ જોવા મળી રહી છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરપાલિકા વિસ્તારમાં ધંધા-રોજગાર કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. અનેક શૈક્ષણિક સરકારી કચેરીઓ આવેલી છે. દેવગઢબારિયા નગરની આજુબાજુના ગ્રામ્ય પ્રજા નગરમાં ખરીદે અને કામ અર્થે અવરજવર માટે નગરમાં આવે છે નગરમાં આવતી પ્રજાને પીવાના પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે નગર પાલિકા વહીવટી તંત્ર દ્વારા પાણીના એ.ટી.એમ મશીન મૂકવામાં આવ્યા છે. તેનો વિચાર સરાહનીય છે પણ રસપ્રદ બાબત એ છે કે જે જગ્યાએ પાણીના એ.ટી.એમ આવ્યા છે તે સ્થળે પાણીના એ.ટી.એમ માંડ એક સપ્તાહથી વધારે સમય ચાલતા નથી અને છેલ્લા કેટલાય સમયથી આ પાણીના એટીએમ ધૂળ ખાતા દેખાઈ રહી છે.દેવગઢબારિયા નગરમાં બહારથી આવતા લોકો તેમજ સ્થાનિક હાથલારી કે લારીગલ્લા વાળા તેમજ મજુરીયાત  વર્ગને ભર ઉનાળામાં પીવાના પાણી માટે અનેક અગવડતા ઉભી થવા પામી છે. ત્યારે આ પાલિકા તંત્ર દ્વારા બે ત્રણ વર્ષ અગાઉ લાખો રૂપિયાના ખર્ચે નગરના અલગ અલગ વિસ્તારમાં પાણીના એ.ટી.એમ મૂકવામાં આવ્યા હતા. અને જે એ.ટી.એમ માં એક રૂપિયો નાખી એક લિટર ઠંડુ પાણી મળી રહે તેવા એ.ટી.એમ મૂકવામાં આવ્યા હતા. ત્યારે આ ઠંડા પાણીના એ.ટી.એમ થી ગરીબ તેમજ મજુરી વર્ગને ભરે ઉનાળે ઠંડુ પાણી મળી રહે તેવી આશા બંધાઈ હતી. ત્યારે જે તે સમયે મુકેલા આ એ.ટી.એમ ની કોઈ સાર સંભાળ ના લેવાતા આજે આ એ.ટી.એમ મશીન શોભાના ગાંઠિયા સમાન બનવા પામ્યા છે. અને લાખ્ખો રૂપિયાના આ એ.ટી.એમ મશીન પાછળનો ખર્ચો જાણે પાણીમાં ગયો હોય તેમ જોવાઇ રહી છે. ત્યારે નગરમાં આજે આ ભર ઉનાળે આ એ.ટી.એમ શોભાના ગાંઠીયા સમાન હોવાને લીધે લોકોને પીવાના પાણી માટે અનેક જગ્યાએ ફાફા મારવા પડે છે. ત્યારે આ પાણીના એ.ટી.એમ મશીન શરૂ થાય અને લોકોને પીવાનું પાણી મળે તેવી ઘટતી કાર્યવાહી કરવા આ નગર પાલિકા વહીવટી તંત્ર રસ દાખવે તે નગરના હિતમાં છે.

error: Content is protected !!