દાહોદમાં સતત બીજા દિવસે કોરોના પોઝીટીવનો કેસ નોંધાતા ચકચાર:દાહોદમાં હાલ 5 કેસો એક્ટિવ

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.03

દાહોદ શહેરમાં સતત બીજા દિવસે વધુ એક કોરોના પોઝીટીવનો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યો હતો.દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝીટીવના કેસો નોંધાવા પામ્યા છે.જેમાં ગઈકાલના બે તેમજ આજના વધુ એક કેસ મળી કુલ 5 કોરોના પોઝીટીવ કેસો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વધુમાં મળતી માહિતી છેલ્લા કેટલાય દિવસથી એક પણ કોરોના પોઝીટીવનો કેસ ના નોંધાતા તેમજ કોરોના સંક્રમિત દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા મળતા દાહોદ જિલ્લો કોરોના મુક્તિ તરફ પ્રયાણ કરી રહ્યો હતો તેવામાં ગઈકાલે ગરબાડાના ભીલોઈના બે કેસો સામે આવતા વહીવટી તંત્ર સહીત આરોગ્ય તંત્ર ચોકી ઉઠ્યો હતો.જ્યારે ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા 91 સેમ્પલો ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા જે પૈકી 90 સેમ્પલોના રિપોર્ટ નેગેટીવ આવવા પામ્યા છે.અને ભાવનગરથી દાહોદ આવેલી અને છાબ તળાવ પાસેની રહેવાસી 35 વર્ષીય હાદીકા મોહસીન મન્સૂરીનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ઉપરોક્ત મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેણીના સંપર્કમાં આવેલા લોકોંને કોરોનટાઇન કરી સૅનેટાઇઝીંગ સહીતની કામગીરીમાં જોતરાઈ જવા પામ્યા છે

Share This Article