Thursday, 21/11/2024
Dark Mode

કોરોના મહામારીની વચ્ચે સીંગવડમાં લોકો શોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાનું ભુલતા દંડાયા:મામલતદાર તેમજ પોલીસે સંયુકત ઓપરેશન થકી ત્રણ દિવસમાં ૧૧ હજાર ઉપરાંતના દંડની વસૂલાત કરી

કોરોના મહામારીની વચ્ચે સીંગવડમાં લોકો શોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાનું ભુલતા દંડાયા:મામલતદાર તેમજ પોલીસે સંયુકત ઓપરેશન થકી ત્રણ દિવસમાં ૧૧ હજાર ઉપરાંતના દંડની વસૂલાત કરી

 કલ્પેશ શાહ @ સિંગવડ 

સીંગવડ તા.29

સીંગવડ તાલુકાના સીંગવડ બજારમાં સામાજિક અંતર ન જાળવતા તેમજ માસ્ક નહીં પહેરતા લોકો સામે મામલતદાર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. સિંગવડના બજારમાં ગામડામાંથી આવતા લોકો તથા બજારના લોકો સામે સરકારી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. સિંગવડ મામલતદાર તલાટી કમ મંત્રી સિંગવડ રણધીકપુર પોલીસ સ્ટેશનના સંયુક્ત ઓપરેશન દ્વારા સીંગવડ બજારમાં માસ્ક પહેર્યા વગર નીકળતા લોકોને ૨૦૦ રૂ રૂપિયા દંડ ફટકારી પાવતી આપવામાં આવી હતી.

દાહોદ જિલ્લાના કલેકટર શ્રી દ્વારા માસ્ક પહેર્યા વગર તથા સોશિયલ ડિસ્ટન્સની કડક રીતે અમલીકરણ માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.અને જે પણ માણસ માસ્ક પહેર્યા વગર હોય તો તેને 200 રૂપિયા દંડ ફટકારવા જણાવાયું હતું.છતાં ગામડાના લોકો દ્વારા આનો કોઈ પણ અમલ કરવામાં નહીં આવતા સિંગવડ મામલતદાર તલાટી કમ મંત્રી તથા રણધીકપુર પોલીસની સંયુક્તરીતે  કામગીરી કરી તા.27 ના રોજ 29 મેમો, 28 ના રોજ 13 મેમા 29 ના રોજ 15 મેંમો મળી 11, 600  નો દંડ વસુલ કરવામાં આવ્યું હતું.છતાં સરકાર શ્રી દ્વારા આ દંડ ના પાછળ લોકો પોતે પોતાની સુરક્ષા રાખી શકે તે માટે માસ્ક તથા સામાજિક અંતર જાળવવા કેહવામાં આવે છે.જો લોકો અને અપનાવી લે તો આ કોરોનાવાયરસ જેવી મહામારી બીમારીઓનો નાશ થાય અને કોઈ પણ પ્રજાને આ વાયરસ નહિ લાગે તે માટે આનો કડક અમલ કરવામાં આવે છે.તેમ અધિકારીઓ દ્વારા જણાવાયું હતું.

error: Content is protected !!