Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરાના આફવામાં કૂવામાંથી મળેલ લાશ પ્રકરણમાં નવો વળાંક:લોહીના ડાઘા વાળી હથોડી અને લાકડી મળી આવતા ચકચાર: અકસ્માતે મોત ? કે હત્યા ? ઘુંટાતું રહસ્ય

ફતેપુરાના આફવામાં કૂવામાંથી મળેલ લાશ પ્રકરણમાં નવો વળાંક:લોહીના ડાઘા વાળી હથોડી અને લાકડી મળી આવતા ચકચાર:  અકસ્માતે મોત ? કે હત્યા ? ઘુંટાતું રહસ્ય

 હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરાના આફવામાં કૂવામાંથી મળેલ લાશ પ્રકરણમાં નવો વળાંક: લોહીના ડાઘા વાળી હથોડી અને લાકડી મળી આવી, ગ્રામજનોએ તપાસ બાદ પોલીસને જાણ કરતા પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો,જુગાર ધામ થી 100 મીટર સુધી અને કૂવા સુધી લોહીના છાંટા જોવા મળ્યા,અકસ્માતે મોત કે હત્યા તે દિશા તરફ પોલીસે તપાસ હાથ ધરી: ઘુંટાતું રહસ્ય.

દાહોદ તા.29

ફતેપુરા તાલુકાના આફવા ગામે મંગળવાર ની રાત્રીના સમયે પોલીસે જુગારધામ પર છાપો માર્યા બાદ બુધવારે એક યુવકની કૂવામાંથી લાશ મળી આવી હતી.જેમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. જે બાબતે નવો વળાંક સામે આવ્યો હતો. જુગાર ધામના સ્થળે થી 100 મીટર સુધી અને કૂવા સુધી લોહીના છાંટા જોવા મળ્યા હતા.જેથી પોલીસને જાણ કરતા પોલીસે જુગારધામમાં સ્થળ દુકાનમાંથી લોહીના ડાઘા વાળી હથોડી,લાકડી અને શર્ટ કબજે કર્યો હતો. આ હત્યા છે કે અકસ્માતે મોત? તે દિશા તરફ પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

ફતેપુરા તાલુકાના આફવા ગામે મંગળવારની રાત્રીના સમયે એક દુકાનમાં જુગારધામ પર સુખસર પોલીસ છાપો માર્યો હતો.જેમાં જુગાર રમતા બે યુવકોની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે સાતેક જેટલા યુવકો ભાગી છૂટયા હતા.જેમાં અજય વળવાઇની લાશ કૂવામાંથી બુધવારે સવારે મળી આવી હતી જે બાબતે પરિવારજનો દ્વારા પોલીસ પર આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. જિલ્લામાંથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો અને પરિવારજનો સાથે સમજાવટ બાદ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનો દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી હતી.જ્યારે આ કેસમાં શુક્રવારના રોજ નવો વળાંક સામે આવ્યો હતો. જે સ્થળે જુગાર રમાતો હતો. તે દુકાનથી મરણ જનાર યુવક અજય વળવાઇ ના ઘર તરફ જતા 100 મીટર સુધી લોહીના છાંટા પડેલા જોવા મળ્યા હતા.તેમજ ત્યાંથી કુવા સુધી પણ લોહીના છાંટા જોવા મળ્યા હતા.રસ્તામાં પથ્થર ઝાડની ડાળીઓ પાંદડાં અને કૂવાની પાળ પર પથ્થરો પર પણ લોહીના ડાઘા જોવા મળતા પરિવારજનોમાં ચકચાર મચી જવા પામી હતી. તેમજ જુગારધામ ના સ્થળ પર ગ્રામજનો દ્વારા તપાસ કરતા દુકાનની અંદર થી એક શર્ટ લોહીના ડાઘા વાળી હથોડી અને લોહીના ડાઘા ની લાકડી પણ મળી આવતા પોલીસને જાણ કરી હતી પોલીસે સ્થળ પરથી હથોડી લાકડી અને શર્ટ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મૃતક અજય નું અકસ્માતે મોત થયું છે.કે હત્યા કરાઈ છે?તેનું રહસ્ય ઘુટાઇ રહ્યું છે.પોલીસ દ્વારા એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

અજયના મોતને લઇ પરિવારજનોમાં અનેક શંકા કુશંકા: ઘટના સ્થળ નજીકથી લોહી વાળા શર્ટ તેમજ હથોડી મળતા પરિજનોએ પોલીસનો સંપર્ક કર્યો

આ બાબતે મૃતકના પરિવારજનોને પૂછતા તેઓએ જણાવ્યું કે દુકાન આગળ લાઇટના ગોળા પર લોહીના ડાઘા જોવા મળતા અમોને શક જતા દુકાનમાં તપાસ હાથ ધરી હતી.જેમાં એક કબાટમાંથી લોહીના ડાઘા વાળી હથોડી અને લાકડી અને એક શર્ટ મળી આવ્યો હતો તેમજ રસ્તામાં ઠેર લોહીના છાંટા પડ્યા હતા.કૂવા સુધી લોહીના છાંટા હતા આસપાસ ઝાડનાં પાંદડાં પણ લોહી ના છાંટા જોવા મળ્યા હતા જેથી અમોએ પોલીસને જાણ કરી હતી જેમાં પોલીસે આવીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તપાસ હાથ ધરી હતી. અમારા છોકરાની મરણ કેવી રીતે થયું તેની તપાસ થવી જોઇએ અમોને ન્યાય મળવો જોઈએ.

મરણ જનાર અજય વળવાઇ ના શરીરે ઇજાના નિશાન હતા.જોકે વધારે પાણી પી લેવાથી તેનું મોત થયું હતું :- ડો.ભરત પટેલ (મેડિકલ ઓફિસર સુખસર)

આફવાના મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે ઇજાઓ હતી.હાથ અને પગના ભાગે પણ ઇજા હતી.તેમજ પાણી પી જવાથી મોત થયું છે.

 અજયના પરિવારજનોને તેના મૃત્યુ અંગે શંકા છે. લોહીવાળી હથોડી તેમજ અન્ય વસ્તુઓ કબ્જે લીધી છે.એફ.એસ.એલ તેમજ ડોગ સ્કવોડની મદદ લીધી છે. રિપોર્ટ આવ્યા બાદ તપાસ હાથ ધરાશે :- એસ એન બારીયા (પી.એસ.આઇ સુખસર.)

આફવામાં મૃતકના કેસમાં આજે પરિવારજનોએ જાણ કરતા અમોએ તપાસ કરી હતી જેમાં પરિવારજનોને શંકા હોવાથી લોહીના ડાઘા વાળી હથોડી જપ્ત કરી છે તેમજ એફએસએલની મદદ લીધી છે.

 

error: Content is protected !!