દાહોદ:સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના માર્ગદર્શક જીગર ઈનામદાર અને જોન સંયોજક મનોજ કીકલાવાલા દ્વારા ત્રણ હજાર કરતા પણ વધુ લોકોના મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવી સમજણ અપાઇ

Editor Dahod Live
1 Min Read

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૬
સરકાર દ્વારા આરોગ્ય સેતુ એપ જાહેર કરી જાહેર જનતાને તેનો ઉપયોગ કરવા અનુરોધ કર્યાે છે. આ એપ દ્વારા કોરોના સંબંધી તમામ માહિતી આ એપમાં મળી રહે છે અને કોરોના સામે લડત આપવા આ એપ ભાગીદાર પણ સાબીત થઈ રહી છે. દરેકના મોબાઈલ ફોનમાં આ એપ અનિવાર્ય પણ કરી દેવામાં આવી છે ત્યારે લોકો આ એપથી માહિતીગાર થાય અને દરેકના મોબાઈલમાં આ એપ હોય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આજરોજ તારીખ ૨૬મી મેના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રેરિત “હું પણ કોરોના વોરિયર્સ” અભિયાન અંતર્ગત જનજાગૃતિ ભાગરૂપે ત્રીજુ પગલું પોતાના મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી અને કરાવવી જે અનુસંધાને આ અભિયાનમાં સ્વામી વિવેકાદંનદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના યુવાનોના માર્ગદર્શક જીગરભાઈ ઈનામદાર અને ઝોન સંયોજક મનોજભાઈ કિકલાવાલાના માર્ગદર્શન, જિલ્લા સંયોજક સુનિલ પટેલના સંકલન મુજબ દાહોદ જિલ્લાના તમામ તાલુકા, નગરના સ્વામી વિવેકાનંદ યુવા મંડળ દ્વારા દાહોદ જિલ્લામાં ૩ હજાર કરતાં પણ વધુ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવામાં આવી અને લોકોને આરોગ્ય સેતુ એપ વિશે સમજણ પણ આપવામાં આવી હતી.

Share This Article