સીંગવડના મુનામણીથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 5 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 11 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે લિસ્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો:અન્ય બે ફરાર થયા

Editor Dahod Live
2 Min Read
 જીગ્નેશ બારીયા દાહોદ,કલ્પેશ શાહ @ સીંગવડ 

દાહોદ, સીંગવડ તા.૨૬

સીંગવડ તાલુકાના મુનાવણી ગામે દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે આ વિસ્તારમાં કોર્ડન કરી વોચ ગોઠવી ઉભા હતા. તે સમયે બાતમી દર્શાવેલ એક ક્રુઝર ગાડી તથા એક વર્ના ફોર વ્હીલર ગાડીનો પીછો કરતાં આ ગાડીને રોકી ક્રુઝર ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.૫૧૨૪ જેની કુલ કિંમત રૂ.૫,૪૫,૦૪૦ ના પ્રોહી જથ્થા સાથે બંન્ને વાહનોની કિંમત મળી કુલ રૂ.૧૧,૫૫,૦૪૦ ના મુદ્દામાલ સાથે ઝાલોદ તાલુકાના રણિયાર ગામના પ્રોહી લીસ્ટેડ બુટલેગર રૂપેશભાઈ પ્રવિણભાઈ કોળીને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરેલ છે જ્યારે ગાડીમાં સવાર બીજા ઈસમો નાસી જવામાં સફળ રહ્યાનું જાણવા મળે છે.

દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે આજરોજ એલ.સી.બી.ટીમના પોલીસ સબ ઈન્સપેક્ટર પી.એમ.મકવાણા તથા તેમની ટીમ સીંગવડ તાલુકાના મુનાવણી ગામે વોચ ગોઠવી ઉભા હતા તે સમયે ત્યાથી બાતમીમાં દર્શાવેલ એક ક્રુઝર ગાડી પસાર થતાં તેનો પીછો કરતા હતા આ સમયે એક હોન્ડા વર્ના ગાડી પણ આવતા અને પોલીસની ગાડીને સાઈડ ન આપતા અને આ દરમ્યાન વર્ના ગાડી રોડની સાઈડમાં આવેલ ગટરમાં ખાબકી ગઈ હતી. આ દરમ્યાન વર્ના ગાડીમાં સવાર બે ઈસમો ભાગવા જતાં પોલીસે તેમને દબોચી લીધા હતા જ્યારે એક ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો. દબોચી લેવામાં આવેલ ઈસમ પૈકી એક પ્રોહી લીસ્ટેડ બુટલેગર રૂપેશભાઈ પ્રવિણભાઈ કોળી (રહે.રણિયાર,તા.ઝાલોદ, જિ.દાહોદ) હોવાનુ જણાઈ આવ્યું હતુ. આ બાદ પોલીસે આ વિસ્તારમાં નાકાબંધી કરી આગળ જતી ક્રુઝર ગાડીનો પણ પીછો કરતાં પોલીસને જાઈ ક્રુઝર ગાડીમાં સવાર બે ઈસમોએ હિરાપુર ગામે સરપંચ ફળિયામાં ક્રુઝર ગાડી મુકી નાસી જતા પોલીસે આ ક્રુઝર ગાડીની તલાસી લેતા પોલીસે તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.૫૧૨૪ જેની કુલ કિંમત રૂ.૫,૪૫,૦૪૦ ના પ્રોહી જથ્થા સાથે ક્રુઝર તથા વર્ના ગાડીની કિંમત મળી કુલ રૂ.૧૧,૫૫,૦૪૦ ના મુદ્દામાલ સાથે રૂપેશભાઈ પ્રવિણભાઈ કોળીની અટકાયત કરી પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article