Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં 4 મહિલાઓ કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ: દાહોદમાં કોરોના પોઝીટીવના કુલ 26 માંથી 10 એક્ટિવ કેસો હોસ્પિટલમાં

દાહોદમાં 4 મહિલાઓ કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ: દાહોદમાં કોરોના પોઝીટીવના કુલ 26 માંથી 10 એક્ટિવ કેસો હોસ્પિટલમાં

  જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.18

દાહોદ શહેરમાં આજરોજ કોરોના પોઝીટીવના વધુ 4 કેસો સામે આવતા દાહોદ શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા કુલ 167 સેમ્પલો તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જેમાં 163 સેમ્પલોનો નેગેટિવ રિપોર્ટ આવવા પામ્યા  હતા. તેમજ દાહોદ શહેરમાં ત્રણ તેમજ ઝાલોદના સીમલીયા સહીત 4 મહિલાઓના કોરોના પોઝીટીવ આવતા લોકડાઉનમાં આંશિક છૂટછાંટોની વચ્ચે સતત ત્રણ દિવસથી વધી રહેલા કેસોથી દાહોદ શહેર સહીત જિલ્લાવાસીઓમાં ભયની સાથે ચિંતાનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

વધુ મળતી માહિતી પ્રમાણે લોકડાઉન દરમિયાન બહારગામથી દાહોદ આવી રહેલા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રેનીંગ કરી કોરોનટાઇન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ કુલ ૧૬૭ જેટલા સેમ્પલો એકત્રિત દ્વારા ગતરોજ કુલ ૧૬૭ જેટલા સેમ્પલો એકત્રિત કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જે પૈકી 163 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે ગત તારીખ 15 મી મેના રોજ અમદાવાદથી દાહોદ આવેલા દાહોદમાં જૂની કોર્ટ બિલ્ડીંગની પાછળ રહેવાસી મધુબેન બાલુભાઈ પરમાર ઉ.વર્ષ 60, ભીખીબેન રમણલાલ પરમાર ઉ.વર્ષ.60, શુશીલાબેન મફતલાલ પરમાર ઉ.વર્ષ.56 તેમજ ઝાલોદ તાલુકાની સીમલીયા ગામની રહેવાસી અને ગત તારીખ 14 મેના રોજ મુંબઈથી દાહોદ આવેલી મહિલા સહીત 4 મહિલાઓ કોરોના પોઝીટીવ નીકળતા આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર સહીત દાહોદવાસીઓની ચિંતામાં વધારો કરી દીધો છે.જ્યારે આરોગ્ય તંત્ર ઉપરોક્ત ચાર મહિલાઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તપાસ હાથ ધરી સૅનેટાઇઝીંગ સહીત દવાના  છંટકાવની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.જોકે લોક ડાઉનમાં આશિક છૂટછાટોની ચાતક નજરે રાહ જોઈ રહેલા દાહોદ જિલ્લાવાસીઓની આશા કદાચ પાણીમાંના ફરી વળે તેવી કલ્પના માત્રથી દાહોદ વાસીઓને ચિંતામાં વધારો કરી દીધો છે.
હાલ દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝીટીવના કુલ ૨૬ કેસો નોંધાવા પામ્યા છે જે પૈકી ૧૬ દર્દીઓ કોરોના મુક્ત થતાં હાલ કુલ ૧૦ કોરોના પોઝિટિવ દર્દીઓ અત્રેની હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હોવાનું સત્તાવાર રીતે જાણવા મળેલ છે.

error: Content is protected !!