દાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિની રિપોર્ટ
સંજેલી તાલુકામાં આવેલ તમામપ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માં પણ સગર્ભા બહેનો ને મચ્છરદાની નુ પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.
સંજેલી તા. 20
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં “પોષણ માસ ની ઉજવણી” તરકડા મહુડી આંગણવાડી પર કરવામાં આવી હતી. જેમાં મહિલાઓ ને એનિમિયા વિશે તેમજ હાથધોવા ની રીત તેમજ આરોગ્ય ને લગતી માહિતી આપવામા અાવી હતી .વાનગી હરીફાઈ પણ કરવા lમાં આવી હતી. તેમજ સરોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની તમામ સગર્ભા બહેનો ને મચ્છરદાની વિતરણ પણ કરવા માં આવી હતી .તેમજ તેમજ મહિલાઓ ને કિચન ના ભોજન બનાવવા ની સમજણ આરોગ્ય વિભાગ દ્વારા અપાઇ હતી. આમ આ કાર્યક્રમ મા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.રાકેશભાઈ વહોનીયા સરોરી પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉ.તૃપ્તિ શાહ તથા ડૉ કલ્પેશભાઈ બામણિયા દ્વારા સગર્ભા બહેનો અને ધાત્રી માતા ઓને સચોટ પોષણ વિશે માર્ગદર્શન આપવા માં આવ્યું હતુ. તેમજ કિચન ગાર્ડન બનાવી ઘર ની આજુબાજુ શાકભાજી અને ફળ વાવવા માટે સલાહ આપવામાં આવી હતી .
સંજેલી તાલુકામાં આવેલ તમામપ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માં પણ સગર્ભા બહેનો ને મચ્છરદાની નુ પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.